<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ફિલ્‍મ ‘મધર ઈન્‍ડિયા' ના સુખીલાલથી અમર થયેલા અભિનેતા કન્‍હૈયાલાલ : લેખકથી દિગ્‍ગજ અભિનેતા સુધીની સફરઃ ‘કન્‍હૈયાલાલ ચતુર્વેદી'નું ભારતીય સિનેમામાં અવિસ્‍મરણીય પ્રદાન : *પડદા પર જેને જોઈ દર્શકોને નફરત થતી એ કલાકારને જીવનમાં નજીકથી ઓળખનાર દીકરી હેમા સિહે જણાવી અનેક અજાણી વાતો *અભિનયની કળા કન્‍હૈયાલાલજીમાં જાણે સંસ્‍કાર અને લોહીમાં જ વણાયેલી હતી *કન્‍હૈયાલાલ અભિનયના નહી પરંતુ લખવા અને દિગ્‍દર્શન કરવાના ઇરાદા સાથે ફિલ્‍મોમાં આવ્‍યા હતા. *પડદા પર વિલન, શોષક કે કઠોર પાત્રોથી દર્શકોમાં નફરત જગાવી એ જ કન્‍હૈયાલાલજી વાસ્‍તવિક જીવનમાં અત્‍યંત સાદગીપ્રેમી હતા. *તેમના સાત સંતાનો ત્રણ પુત્ર અને ચાર પુત્રીઓમાંથી કોઈએ પણ ફિલ્‍મી કારકિર્દી પસંદ કરી નહીં. કન્‍હૈયાલાલજી બાળકોને હિન્‍દી ફિલ્‍મો કરતાં સારા સાહિત્‍ય, ઉત્તમ વિદેશી ફિલ્‍મો, નાટકો અને શાસ્‍ત્રીય સંગીત તરફ પ્રોત્‍સાહિત કરતા. *રશિયનો તેમની એક્‍ટીંગના દિવાના બન્‍યા હતા *તેઓ ઉર્દૂ, મરાઠી, બંગાળી કે દક્ષિણ ભારતીય ભાષાઓમાંથી કંઈક શીખવાનો પ્રયત્‍ન કરતા. દક્ષિણ ભારતની ફિલ્‍મ નિર્માણ પદ્ધતિની વ્‍યાવસાયિકતાથી તેઓ ખાસ પ્રભાવિત હતા. *તેઓ મીના કુમારીને 2:52 PM IST

પિયાનોઃ પ્રેમ, વિરહ અને હૃદયની અવ્‍યક્‍ત વેદનાને વાચા આપનાર હિન્‍દી ફિલ્‍મસંગીતના સુરીલા સાથીની અનોખી સફર : હિન્‍દી ફિલ્‍મોના સુવર્ણયુગમાં પિયાનો માત્ર સંગીતનું વાદ્ય નહોતું, પરંતુ વાર્તાનું એક જીવંત પાત્ર હતું. ક્‍યારેક જન્‍મદિવસની ઉજવણીમાં, ક્‍યારેક ભવ્‍ય મહેફિલમાં અને ઘણીવાર પ્રેમમાં ઘવાયેલા પાત્રની મૌન કેફિયત બનીને પિયાનો પડદા પર આવતો. ‘આપ કે હસીન રુખ પે', ‘ચલો એક બાર ફિર સે', ‘દોસ્‍ત દોસ્‍ત ના રહા'થી લઈને ‘દિલ કે ઝરોખે મેં' સુધીનાં ગીતોમાં પિયાનોના સૂરો માનવીય સંવેદનાઓના સાથી બન્‍યા. સંગીતકાર શંકરજીનો સદીની આસપાસની વય ધરાવતો પિયાનો આજે રાષ્ટ્રીય ફિલ્‍મ અભિલેખાગારમાં સચવાયેલો છે.3:21 PM IST