તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
સોના ચાંદીના ભાવમાં ફરી મોટો કડાકો: વાયદા બજારમાં સોનામાં 4 હજાર, ચાંદીમાં 8 હજારનું ગાબડું
ગત મહિને કરતા આ મહિને સોનાની કિંમત માં 8 હજાર અને ચાંદીમાં 15 હજાર ધટાડો થયો

મુંબઈ :સોના ચાંદીના ભાવમાં ફરી એક વખત કડાકો જોવા મળ્યો..MCX માર્કેટ ખુલતા જ સોના ચાંદીના ભાવ ઘટાડા સાથે ખુલ્યા. જેમાં 10 ગ્રામ સોના ભાવ 4 હજારના ઘટાડા સાથે 1.47 લાખે પહોંચ્યો. એક કિલો ચાંદીના ભાવ માં 8 હજારના ઘટાડા સાથે 2.26 લાખ ને ભાવ પહોંચ્યો છે. ગત મહિને કરતા આ મહિને સોનાની કિંમત માં 8 હજાર અને ચાંદીમાં 15 હજાર ધટાડો થયો છે. સોના ચાંદીના ભાવ ઘટાડા પાછળનું કારણ વૈશ્વિક પરિસ્થિતિ છે. જે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ પરિસ્થિતિ હજી જોવા મળી રહી છે. ો
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
