News of Monday, 28th September 2026
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફતેહપુર દુર્ઘટનામાં શોક વ્યક્ત કર્યો : પીડિતો માટે વળતરની જાહેરાત કરી
મૃતકોના પરિવારજનોને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000 અપાશે

ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં સોમવારે સાંજે ગેસ સિલિન્ડર ફાટતાં મોટો અકસ્માત સર્જાયો છે. માલવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં જોરદાર ધડાકા બાદ મકાનનો એક ભાગ ધરાશાયી થયો હતો. મકાનના કાટમાળમાં કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે
દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં સિલિન્ડર વિસ્ફોટની ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને પીડિતો માટે વળતરની જાહેરાત કરી. મૃતકોના પરિવારજનોને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000 મળશે. મુખ્યમંત્રીએ અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
