
મોદીએ સ્થિતિ સંભાળી નહિતર સમગ્ર ગુજરાત ભડકે બળત : ગુજરાતના ૨૦૦૨ના રમખાણો અંગે રાજયસભાના પૂર્વ સાંસદ અને રાષ્ટ્રીય લઘુમતી પંચના અધ્યક્ષનો દાવો : ગુજરાતના રમખાણો સ્વાભાવિક હતા : રાજય સરકારની કોઇ ભૂમિકા ન્હોતી : ટ્રેનમાં જીવતા સળગાવાયેલ લોકોના પરિવારજનો મૃતદેહોને પોતાના ગામડે લઇ જવા ઇચ્છતા હતા પણ મોદીએ અંતિમ સંસ્કાર ત્યાં જ કરાવવાનો સાહસિક - મહાનિર્ણય લીધો એટલે જ લોકો વધુ ન ભડકયા અને ગુજરાત બચી ગયું2:57 PM IST
ગણેશોત્સવ પર સોનાના દાગીનાની માંગ વધી : કારોબાર ૩૫૦૦ કરોડ સુધી પહોંચશે : વિવિધ ડિઝાઇન અને વજનના ઘરેણાં, મોદક, પાદુકા અને ભગવાન ગણેશના વાહન ઉંદરની માંગ : મુંબઈના ઝવેરી બજારમાં દિવાળીનો માહોલ : ૧ તોલાથી ૧૫ તોલાના હાર, પાદુકા, ૧૫ ગ્રામથી ૨૫ ગ્રામ સોનાના મોદક અને મૌસકા અને હિબિસ્કસ (જસવંતી) ના ફૂલો ખરીદવામાં આવી રહ્યા છે : ગયા વર્ષેગણેશ ઉત્સવ પર ૮૦ ટન સોનું વેચાયું હતું9:57 AM IST
ગણેશોત્સવ દરમ્યાન દેશમાં થશે ૨૮૦૦૦ કરોડનો વેપાર : આજથી ૧૦ દિવસ ગણેશોત્સવની ધુમઃ પૈસાનો થશે વરસાદઃ ફક્ત પંડાલ પાછળ જ રૂ.૧૦૫૦૦ કરોડનો ખર્ચ ગણેશ પ્રતિમાનો રૂ.૬૦૦ કરોડનો, પૂજા-સામગ્રીનો રૂ.૫૦૦ કરોડનો, મિઠાઈનો રૂ.૨૦૦૦ કરોડનો, કેટરિંગ-સ્નેક્સનો રૂ.૩૦૦૦ કરોડનો, પર્યટન પરિવહનનો રૂ.૨૦૦૦ કરોડનો તથા રિટેલ ચીજોનો રૂ.૩૦૦૦ કરોડનો બિઝનેસ થશે9:55 AM IST
ડોનાલ્ડ ટ્રમ્પે, બિલિયનેર ફાઈનાન્સિયર અને મુખ્ય ડેમોક્રેટિક ડોનર જ્યોર્જ સોરોસ અને તેમના પુત્ર પર ઓર્ગેનાઈઝડ ક્રાઈમ વિરુદ્ધ વપરાતા આરઆઈસીઓ કાયદા હેઠળ આરોપો નોંધવાની માંગ કરી: રાજકીય વિરોધીઓ વિરુદ્ધ અભિયાન શરૂ : સોરોસ અને તેમના 'રેડિકલ લેફ્ટ' પુત્રે અમેરિકાભરમાં હિંસક વિરોધ પ્રદર્શનોને સપોર્ટ કર્યા છે, જેના કારણે દેશને મોટું નુકસાન થયું: અમેરિકી પ્રેસિડેન્ટનો ખુલ્લો આરોપ12:35 AM IST
મોદી કેબિનેટે ગુજરાત, કર્ણાટક, તેલંગાણા, બિહાર, આસામમાં ₹૧૨,૩૨૮ કરોડના રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી : ગુજરાતમાં દેશલપર-હાજીપીર-લુના અને વાયોર-લખપત નવી લાઈન (૧૪૫ કિલોમીટર, ₹૨,૫૨૬ કરોડ)નો સમાવેશ: જે કચ્છના દૂરના વિસ્તારોને જોડશે: આથી રણ ઓફ કચ્છ, હડપ્પન સાઈટ ધોલાવીરા, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર અને લખપત કિલ્લાને રેલ કનેક્ટિવિટી મળશે12:33 AM IST
આંતરરાષ્ટ્રીય વેપાર સ્વૈચ્છિક રીતે થવો જોઈએ, દબાણ હેઠળ નહીં: આરએસએસ સુપ્રીમો મોહનજી ભગવત : વિશ્વમાં અશાંતિ અને કટ્ટરવાદ વધ્યો છે: "પ્રથમ વિશ્વયુદ્ધ પછી લીગ ઓફ નેશન્સ બનાવવામાં આવી: બીજા પછી યુનો: હવે ત્રીજું યુદ્ધ નહીં થાય તેવું કહી શકાય નહીં: વિશ્વમાં અશાંતિ છે, કટ્ટરવાદ વધ્યો છે: મોહનજી ભાગવત12:32 AM IST
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ)એ ભારતભરની શાળાઓને ૫થી ૧૫ વર્ષના બાળકો માટે આઈડી–આધારમાં જરૂરી બાયોમેટ્રિક અપડેટ્સ (એમબીયુ) તાત્કાલિક પૂર્ણ કરવા માટે કહ્યું : યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (યુડાઈઝ+) એપ્લિકેશન પર બાળકોના એમબીયુ સ્ટેટસને ઈન્ટીગ્રેટ કર્યો છે, જેથી શાળાઓને પેન્ડિંગ અપડેટ્સની જાણકારી મળે.12:20 AM IST
ગુજરાત મોડલ વિકાસ વિશે નથી પરંતુ 'વોટ ચોરી' વિશે છે: ભાજપે ત્યાંથી લોકોના મતો ચોરવાનું શરૂ કર્યું: ચૂંટણી આયોગ સાથે મળીને ભાજપ ચૂંટણીઓ જીતે છે: રાહુલ ગાંધીનો ખુલ્લો આક્ષેપ : ગુજરાતમાં ૨૦૧૪ પહેલાં 'વોટ ચોરી' થતી હતી, ભાજપે તેને ૨૦૧૪માં રાષ્ટ્રીય સ્તરે લાવી દીધી: મધ્ય પ્રદેશ, હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ ચૂંટણીઓ ચોરી કરવામાં આવી: અમને મહારાષ્ટ્રમાં પુરાવા મળ્યા: લોકસભા ચૂંટણી પછી ઈસીઆઈએ મહારાષ્ટ્રમાં લગભગ એક કરોડ વધારાના મતો ઉમેર્યા, જે બધા ભાજપને ગયા: રાહુલ12:16 AM IST
ઇજિપ્તમાં બ્રાઇટ સ્ટાર 2025 કવાયત : ભારતે 700 થી વધુ સૈનિકો મોકલ્યા : ભારતીય સેનાના 700 થી વધુ સૈનિકો 28 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર દરમિયાન ઇજિપ્તમાં યોજાનાર 'બ્રાઇટ સ્ટાર 2025' નામના આંતરરાષ્ટ્રીય લશ્કરી કવાયતમાં ભાગ લેશે: કવાયતમાં લાઇવ ફાયરિંગ, કમાન્ડ પોસ્ટ કસરતો અને નિષ્ણાત ચર્ચાઓનો સમાવેશ 12:10 AM IST
ભારત અને અમેરિકા અધિકારીઓ વર્તમાન મડાગાંઠ (સ્ટેન્ડઓફ)ને ઉકેલવા માટે નિયમિત સંપર્કમાં: અમેરિકા ભારતને કૃષિ અને ડેરી ઉત્પાદનો માટે વધુ માર્કેટ ઍક્સેસ આપવા માટે દબાણ કરી રહ્યું છે, પરંતુ ભારતે તેને નકારી કાઢ્યું: કારણ કે તેનાથી લાખો ખેડૂતો અને ડેરી વ્યવસાયીઓને નુકસાન થવ સંભવ : અમેરિકન ખેડૂતોને વાર્ષિક ૬૧,૦૦૦ ડોલર સબસિડી મળે છે, જ્યારે ભારતીય ખેડૂતોને માત્ર ૨૮૨ ડોલર મળે છે: મંત્રણાના પાંચ રાઉન્ડ્સ પૂર્ણ થયા છે: પરંતુ છઠ્ઠો રાઉન્ડ ૨૫ ઓગસ્ટ ઉપર આયોજિત હતો, જે અમેરિકા ટીમે મુલતવી રખાવ્યો છે11:25 PM IST
ફોજદારી કેસને ગેરવાજબી સમયગાળા માટે ખેંચવો એ ત્રાસનો એક પ્રકાર છે: સુપ્રીમ કોર્ટ : સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે ફોજદારી કેસને ગેરવાજબી રીતે લાંબા સમય સુધી ખેંચવો એ એક પ્રકારનો ત્રાસ છે જે કેસનો સામનો કરી રહેલા વ્યક્તિ માટે માનસિક કેદ સમાન છે. કોર્ટે 75 વર્ષીય મહિલાની અપીલ પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી.11:04 PM IST
ટ્રમ્પના ટેરીફની ઐસી કી તૈસી : ટ્રમ્પના 50 ટકા ટેરીફનો તોડ ભારતે શોધ્યો : ભારત 40 દેશો સાથે કરશે મેગા ડીલ : બનાવ્યો શાનદાર પ્લાન : જેમાં બ્રિટન, જાપાન, દક્ષિણ કોરિયા, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, નેધરલેન્ડ, પોલેન્ડ, કેનેડા, મેક્સિકો, રશિયા, બેલ્જિયમ, તુર્કી, યુએઈ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ : સરકાર એક વ્યૂહરચના તૈયાર કરી 10:56 PM IST
'સંઘમાં આવશો તો કંઈ મળશે નહીં, જે છે તે પણ જશે': આરએસએસના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા પર મોહન ભાગવતનું મોટું નિવેદન: ભારત પ્રાચીન વિચારધારા સાથે વિશ્વને યોગ્ય માર્ગ બતાવશે : સંઘનો ઉદ્દેશ્ય નિઃસ્વાર્થ ભાવનાથી રાષ્ટ્ર અને વિશ્વના કલ્યાણ માટે કામ કરવાનો છે: હિન્દુ ધર્મનો સાચો સાર સત્ય અને પ્રેમ છે, અને સંઘ આ જ મૂલ્યો પર આધારિત 10:03 PM IST
EDના દરોડા પર AAP નેતા સૌરભ ભારદ્વાજનો મોટો ખુલાસો: 'પત્નીએ કહ્યું કે તેને લઈ જાઓ...!': પુત્રીએ પણ કહ્યું, "જો તમે પપ્પાને લઈ જાઓ તો મને પણ સાથે લઈ જજો, હું શાળામાં પ્રખ્યાત થઈ જઈશ!" : ભારદ્વાજે દાવો કર્યો કે દરોડામાં ફક્ત બે વસ્તુઓ મળી છે - એક ચૂંટણી સંબંધિત સોગંદનામું અને બીજું આરોગ્ય વિભાગનો દસ્તાવેજ, જે બંને પહેલાથી જ સાર્વજનિક 9:48 PM IST
શેરી વિક્રેતાઓ માટે સારા સમાચાર : હવે પીએમ સ્વાનિધિ યોજના હેઠળ બેંક પાસેથી વધુ લોન મળશે : આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વાનિધિ) યોજના હેઠળ પ્રથમ હપ્તાની લોન મર્યાદા ૧૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૧૫,૦૦૦ રૂપિયા અને બીજા હપ્તાની ૨૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૨૫,૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. જ્યારે ત્રીજો હપ્તો ૫૦,૦૦૦ રૂપિયા રહેશે8:22 PM IST
શું કોઈ કલ્પના કરી શકે છે કે ગરમ ચા પીવાથી કેન્સર થઈ શકે ? પરંતુ જો તમને ખૂબ ગરમ ચા પીવાની આદત હોય, તો પેટનું કેન્સર થવાનો ખતરો : એક સંશોધન મુજબ, સવારે ખાલી પેટે ખૂબ ગરમ ચા પીવાથી અન્નનળીના કેન્સરનું જોખમ : આ પ્રકારના કેન્સરને રોકવા માટે, ચા-કોફી અથવા કોઈપણ પ્રકારના ગરમ પીણાને પીતા પહેલા થોડું ઠંડુ કરવું મહત્વપૂર્ણ8:17 PM IST
પાકિસ્તાની મીડિયાનું વિચિત્ર પ્રચાર અભિયાન: 'આયર્ન મૅન' ગણાવાયેલા આર્મી ચીફ અસીમ મુનીરની વાસ્તવિકતા: ૨૨ મિનિટના હુમલાનો સામનો ન કરી શક્યા : જેને પાકિસ્તાને સત્તાવાર અમેરિકન પ્રશંસા તરીકે પ્રચારિત કર્યું. આ લેખમાં ક્યાંય પણ 'આયર્ન મૅન' શબ્દનો ઉલ્લેખ નથી. પાકિસ્તાને કદાચ આ શબ્દ પોતાના સપનામાં વાંચ્યો હશે!5:14 PM IST
સંઘનું નિર્માણ ભારતને કેન્દ્રમાં રાખીને થયેલું છે અને તેની સાર્થકતા ભારતને વિશ્વ ગુરુ બનાવવામાં રહેલી છેઃ મોહનજી ભાગવત : સંઘને ખ્યાલના આધારે નહીં, હકીકતોના આધારે જાણોઃ સંઘનું કાર્ય સમગ્ર દેશને સંગઠિત કરવાનું છે, દેશની જવાબદારી દરેક નાગરીકની છેઃ હિન્દુ શબ્દનો અર્થ ફક્ત ધાર્મિક જ નહીં, પણ રાષ્ટ્ર પ્રત્યે જવાબદારીની ભાવના પણ છે3:26 PM IST
તેલંગાણાની તીરંદાજ ચિકિતા તનીપર્તીએ વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો! મુખ્યમંત્રી રેવંથ રેડ્ડીએ આપ્યા અભિનંદન: અંડર-21 કમ્પાઉન્ડની ફાઇનલમાં કોરિયાની પાર્ક યેરિયાનને હરાવી : "ગ્રામીણ પૃષ્ઠભૂમિમાંથી આવવા છતાં, ચિકિતાએ ઉચ્ચ લક્ષ્ય રાખ્યું અને આત્મવિશ્વાસ, ધ્યાન અને મજબૂત નિશ્ચય સાથે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું. તે જીવનમાં સફળ થવા ઇચ્છતા તમામ યુવાનો માટે એક પ્રેરણા છે."10:21 PM IST
આફ્રિકાના નકશામાં શું ખોટું છે?: ભારત, જે ગ્રીનલેન્ડ કરતાં લગભગ 1.5 ગણું મોટું છે, તે નકશા પર નાનું!: વસાહતી યુગની માનસિકતાનું પ્રતિબિંબ : તાજેતરમાં, અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ અવકાશમાંથી જોયા બાદ કહ્યું હતું કે ભારત પ્રમાણભૂત નકશા કરતાં ઘણું મોટું દેખાય છે: આફ્રિકાના નેતાઓની પણ આ સામે લડત 10:18 PM IST
અમેરિકા-ભારત સંબંધોમાં ખટરાગ : વડાપ્રધાન મોદીએ ટ્રમ્પના ૪ ફોન કોલ્સને ઉપાડ્યા નહીં! : જર્મન અખબાર FAZનો સનસનીખેજ દાવો : વેપારી વિવાદ અને ટેરિફના તણાવ વચ્ચે ટ્રમ્પની વાતચીતની કોશિશો નિષ્ફળ! : ભારત પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપી રહ્યું હોવાનું સૂત્રોનું કહેવું : સોશ્યલ મીડિયામાં સમાચાર વાયરલ10:35 PM IST
પૂરથી ભારે તબાહી: જમ્મુ-કાશ્મીરમાં 14 લોકોના મોત: વૈષ્ણો દેવી મંદિર માર્ગ પર ભૂસ્ખલન: હિમાચલમાં 700 રસ્તા બંધ: પંજાબના ઘણા જિલ્લાઓમાં ભયનો માહોલ : રાજસ્થાન, પંજાબ અને લદ્દાખ અને ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં ભારે વરસાદ પડ્યો: જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ ભારે વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા 12:19 AM IST
કોંગ્રેસ પર 'ભેંસો ચોરવાનો' આરોપ લગાવ્યો હતો, પરંતુ તેમણે મતો ચોર્યા: મધુબનીમાં પ્રિયંકા ગાંધીના પ્રહાર : NDA સરકાર પર પ્રહાર કરતા પ્રિયંકાએ કહ્યું કે, તમારી દરેક સ્તરે ચોરી થઈ રહી છે. જો તમારો મત ચોરાઈ જશે, તો તમારી ઓળખ ખોવાઈ જશે. આ તમારી નાગરિકતાનો આધાર છે. તેથી સાવચેત રહો. તમારા અધિકારો ચોરાઈ ન જવા દો.12:26 AM IST
82મો વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ: સ્ટાર્સ, સિનેમા અને ગાઝાના પડઘા!: જુલિયા રોબર્ટ્સ, એમ્મા સ્ટોન, જ્યોર્જ ક્લુની, ડ્વેન જોહ્ન્સન..જેવા ઘણા મોટા નામો : રેડ કાર્પેટ પર ચમકશે હોલીવુડના સ્ટાર્સ: ગોલ્ડન લાયન એવોર્ડ માટે કુલ 21 ફિલ્મો સ્પર્ધા કરશે: તાઈવાન, દક્ષિણ કોરિયા અને ચીનની ફિલ્મોથી વૈશ્વિક સિનેમાનું પ્રતિનિધિત્વ10:24 PM IST

ચલો.....

જળબમ્બાકાર......

જોર લગા કે.....

વિરોધ પ્રદર્શન
અકિલા સોશ્યિલ મીડિયાફરી એકવાર ઇડીનો દુરૂપયોગ થયોઃ ઇસુદાન ગઢવી3:24 PM IST
સુરત ક્રાઈમ બ્રાન્ચ બાળકનું અપહરણ..હત્યા પ્રકરણ..વિગેરે આરોપીને મુંબઇથી દબોચી લાવી : ગુજરાતભરમાં ચકચાર, સોશ્યલ મીડિયામાં વાયરલ ઘટનાના મૂળ સુધી પહોંચવામાં પોલીસ ઇન્સ્પેક્ટર જયરાજસિંહ ઝાલા ટીમ સહિતની ટીમોની વેષ પલટા સહિતની જહેમત ફળી બાળકની લાશ મળતા સીપી અનુપમસિંહ ગેહલોત કાળઝાળ બનેલ, જેસીપી ક્રાઇમ રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજીયાના નેતળત્વમાં વિવિધ ટીમો, ટેકનિકલ સર્વેલેન્સ સાથે મજૂરોના સ્વાંગમાં બાઇકો ભાડે મેળવી મુંબઇના વિસ્તારો ખૂંધ્યા હતા3:37 PM IST
વડોદરામાં ગણપતિ સ્થાપન સમયે ઇંડા ફેંકી વાતાવરણ કલુષિત કરવાના પ્રયાસો નિષ્ફળ : પોલીસ કમિશનર નરસિંહમા કોમાર જાતે મેદાને પડયા, ક્રાઈમ બ્રાન્ચ વડા લીના પાટિલના માર્ગદર્શનમાં શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટેકિનકલ સર્વેલેન્સ અને બાતમીદારો મારફત એક સગીર સહિત ત્રણ વિધર્મી આરોપી ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયા બધા મિત્રો દ્વારા આ કળત્ય ટીખળ ખાતર કર્યાનું ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ આર.જી. જાડેજા સહિતના અધિકારીઓની આકરી પૂછપરછમાં રટણ, પોલીસ મૂળ સુધી પહોંચવા માગે છે, પોલીસ કમિશનર સહિતની ટીમની કુનેહ પર ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી આફ્રિન, તમામને બિરદાવ્યા કોમી સંવેદનશીલતા માટે કૂવિખ્યાત આ ઘટનાના પ્રત્યાઘાતો ઊંડા ન પડે તે માટે સીપી સામેથી પત્રકારોને મળી, આરોપી ઓળખાઈ ગયા છે, તુરંત પકડાઈ જશે તેમ જણાવી પ્રેસનો સહકાર માંગતા, પ્રેસે પણ અખબારી ધર્મ નિભાવ્યો11:49 AM IST
વિસાવદરમાં એચ.આઈ.વી.જાગળતિ કાર્યક્રમ યોજાયો1:19 PM IST
વિધર્મી યુવાન બનાવટી આધાર કાર્ડ, પાસ બુકના બોગસ પુરાવા આધારે હિન્દુ બનેલ, સુરતની લાલબત્તી જેવી ઘટના : હિન્દુ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, હિન્દુ હોવાનું પુરવાર કરવા આખું નાટક રચ્યું હતું, અકિલા સાથે sog પીઆઇ અશોક ચોધરી લવ જેહાદી પ્રવળતિઓ પરથી પડદો હટાવે છે :સુરત શહેરમાંથી લવ જેહાદી પ્રકારના યુવાનોને શોધવા જબરજસ્ત અભિયાન શરૂ કરાવતા સીપી અનુપસિંહ ગેહલોત, ડીસીપી રાજદીપસિંહ નકુમને નેતૃત્વ સુપ્રત3:37 PM IST
૮ મી સપ્ટેમ્બરથી ફરજીયાત હેલ્મેટના નિર્ણયનો વિરોધ ઉઠવાનું શરૂ : પહેલા સ્પીડ લીમીટનું પોલીસ પાસે ચુસ્તપણે પાલન કરાવોઃ સીટી એરીયામાં હેલ્મેટ જરૂરી નથીઃ એડવોકેટ અશ્વિન મહાલીયાઃ આમ આદમી પાર્ટી લીગલ સેલ દ્વારા પણ સોશ્યલ મીડીયામાં વિરોધઃ ભાજપ લીગલ સેલ વિરોધ ઉઠાવે તેવી વકીલોમાં વ્યાપક ચર્ચાઃ ધીમે ધીમે ફરજીયાત હેલ્મેટના વિરોધનો સુર ઉઠવા લાગ્યો3:32 PM IST
રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા ‘અકિલા રઘુવંશી બીટસ'નું ભવ્ય આયોજનઃ પાસ વિતરણ શરૂ : સર્વ જ્ઞાતિના બહેનો આવકાર્ય : પારિવારીક માહોલ : ખેલૈયાઓ વચ્ચે જામશે નવરાત્રીનો જંગ : સંપૂર્ણપણે પારિવારીક, ગરીમાપૂર્ણ, મર્યાદાયુકત વાતાવરણમાં યોજાશે પવિત્ર મહોત્સવ : સાધુ વાસવાણી રોડ પર રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ : ખેલૈયાઓમાં જબરો ઉત્સાહ : પાસ માટે વોટ્સએપ નંબર પરથી પણ ફોર્મ મળી શકશે2:19 PM IST
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કાલે 129મી જન્મજયંતી : જન્મભૂમિ ચોટીલામા ભાવાંજલિ અર્પણ કરાશે : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયમમા ગુજરાતી સાહિત્યની અમર કૃતિઓનો અનન્ય-અનોખો સાહિત્ય સરિતા કોર્નર તેમજ મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના તથા અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થા એન. એન. શાહ શાળાના પ્રાંગણમાં નવીન મેઘાણી-પ્રતિમાનું અનાવરણ કરાશે1:18 PM IST
જામનગરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધામાં સતત ૧૭ માં વર્ષે પણ ૫૯ સ્પર્ધકો ઉત્સાહભેર જોડાયા : બાળકોના વિભાગમાં નકશ હરેશભાઈ હિંડોચા ચાર લાડુ સાથે બહેનોના વિભાગમાં પદ્મિનીબેન ગજેરા ૭ લાડુ સાથે ભાઈઓના વિભાગમાં નવીનભાઈ હમીરભાઈ મકવાણા ૯ લાડુ સાથે પ્રથમ સ્થાને વિજેતા 3:38 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિનાશક યુદ્ધમાં રશિયન સૈન્યએ આચર્યો અત્યાર સુધીનો સૌથી ખૌફનાક આતંક: યુક્રેનમાં રાહત સામગ્રી અને ખોરાક લેવા માટે એક શાળાની ઈમારતે એકઠાં થયેલા નિરાધાર અને માસુમ નાગરિકો પર રશિયાએ કાળમુખી 'એરસ્ટ્રાઈક' કરીને બોમ્બમારો કરતાં ગણતરીની સેકન્ડોમાં પૂરા ૪૦ લોકોના કરૂણ મોત નિપજ્યા છે અને દસકો લોકો લોહીલુહાણ થતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : શરણાર્થીઓ અને માસુમ માનવોના રક્તથી લાલચોળ બની સ્કૂલની ઈમારત:આકાશમાંથી ઝીંકાયેલા કાળમુખા મિસાઈલો અને મૃતાત્માઓના ચાસીસાથી સમગ્ર વિશ્વના નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST
માઇક્રોસોફ્ટની કડક સ્પર્ધા બાદ હવે ગૂગલએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે કરોડો ડોલરનું ભવ્ય રોકાણ વધારવાના કાળમુખા બહાને ૫ દેશોમાં ફરજ બજાવતા પોતાના હજારો કર્મચારીઓને સ્વેચ્છાએ નોકરી છોડી દેવાની ધડાકાબાર ઓફર પકડાવી દેતાં સમગ્ર આઈટી ક્ષેત્ર અને સાઈબર આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : એઆઈ રેસમાં આગળ નીકળવા માટે ગૂગલે પોતાના જ પાયાના કર્મચારીઓના ભવિષ્ય પર ફેરવ્યું કાળમુખું બુલડોઝર:નોકરીઓ ગુમાવવાના અચાનક આદેશથી સમગ્ર વિશ્વના આઈટી એન્જિનિયરોના છાતીના પાટિયા બેસી ગયા6:11 PM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST
સોની સબના શો 'ઉફ... યે લવ હૈ મુશ્કિલ'માં મેજર ટ્વિસ્ટ! લતાના પાછા ફરવાથી કેરી અને યુગના જીવનમાં આવશે નવો વળાંક?: કેરીની સફર ભાવનાત્મક ઉતાર-ચઢાવથી ભરેલી : આ અણધાર્યા વળાંક પછી હવે શું થશે? શું લતાના પાછા ફરવાથી યુગ અને કેરીનો સંબંધ બચી જશે કે નવી મુશ્કેલીઓ ઊભી થશે? આ સવાલોના જવાબ આગામી એપિસોડમાં5:16 PM IST






































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






















































































































































































































