<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

સર્વે જીવોને ખમાવતો જૈન સમાજ : કાલે તપસ્‍વીઓના પારણા

જૈનો આઠ-આઠ દિવસથી જિનભકિતમાં લીન : એક ઉપવાસથી લઇને માસ ક્ષમણ સુધીની તપશ્ચર્યા : કાલથી દિગંબર સમાજના દસલક્ષણા પર્વાધિરાજ પર્યુષણનો મંગલ પ્રારંભ

આજે પર્યુષણ મહાપર્વના અંતિમ દિવસ સંવત્‍સરીના રોજ પ્રતિક્રમણ બાદ જૈન સમાજ શ્રમાનું આદાન-પ્રદાન કરી જાણતા-અજાણતા થયેલ ભુલની શ્રમા યાચશે. ઉપરોકત તસ્‍વીરમાં શહેરના ચૌધરી હાઈસ્‍કૂલ સામે આવેલ મણીયાર દેરાસરમાં કરાયેલ સુશોભન, પ્રભુજીની પૂજા કરતા શ્રાવક-શ્રવિકાઓ દર્શાય છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

રાજકોટ, તા.૨૭: આજે જૈન સમાજ સંવત્‍સરી પ્રતિક્રમણ કરી સર્વ જીવોને ખમાવી ક્ષમાયાચના માંગી પર્યુષણ મહાપર્વની આઠ-આઠ દિવસ ધર્મ આરાધના દ્વારા પુણ્‍યનું ભાથુ બાંધેલ. આજે જિનાલયોમાં પૂ.ગુરૂ ભગવંતોએ શ્રી ભદ્રબાહુ સ્‍વામી વિરચિત બારસા સૂત્ર પર વ્‍યાખ્‍યાન આપેલ.

પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણમાં જૈન સમાજમાં વિવિધ આરાધનાઓ અને ધાર્મિક અનુષ્‍ઠાનો થકી જિન ભકિતમાં લીન છે. મહાપર્વ દરમિયાન શ્રાવક-શ્રાવિકાઓ ગુરૂ ભગવંતોના મુખેથી વ્‍યાખ્‍યાન વાણીનો અપૂર્વ લાભ લઇ રહ્યા છે.

ભાવિકો દ્વારા પ્રભુજીની પુજા-અર્ચના કરવામાં આવે છે. દેરાસરોમાં પ્રભુજીની મનમોહક આંગી રચવામાં આવે છે. રાત્રે ભકિત સંગીતના આયોજનમાં ભાવિકો રસતરબોળ બની પ્રભુ ભકિત કરી રહ્યા છે. મોટી સંખ્‍યામાં શ્રાવક-શ્રાવિકાઓ પ્રભુજીના ગુણગાન ગાઇ છે.

જૈન સમાજમાં તપヘર્યાની હેલી સર્જાઇ છે. અઠ્ઠમ, છઠ્ઠ, માસ ક્ષમણ જેવી ઉગ્ર આરાધનાઓ શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા કરવામાં આવી રહી છે. નિત્‍ય પ્રતિક્રમણ કરી પુણ્‍યનું ઉર્પાજન જૈન સમાજ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. પર્યુષણ મહાપર્વના ૮ દિવસ દરમિયાન ધર્મ-ધ્‍યાન-ભકિત દ્વારા આઠ ભવોના પાપો ધોવામાં આવે છે. આવતીકાલે તપસ્‍વીઓના તપના પારણા યોજાશે. કાલથી દિગંબર સમાજના દસલક્ષણા પર્યુષણ મહાપર્વનો ધર્મ આરાધનાથી પ્રારંભ થશે. દિગંબર જિન મંદિરમાં અભિષેક, વિધાનપુજા, શાષાવાંચન, શાષા સ્‍વાધ્‍યાય,ભકિત, સમુહ પ્રતિક્રમણ સહિતના આયોજનો કરવામાં આવ્‍યા છે. દિગંબર સમાજના પર્યુષણ મહાપર્વની તા.૬ સપ્‍ટેમ્‍બરના રોજ પૂર્ણાહુતિ થશે. જૈનોના ચોવીસમાં તીર્થંકર પ્રભુ મહાવિર ક્ષમાના સાગર હતા. તેમના ઉપર અનેક ઉપસર્ગો આવેલ, તેમ છતાં તેમણે સર્વે જીવો માટે અખુટ વાત્‍સલ્‍યતા દર્શાવી સદાય ક્ષમાવાન રહેલ. પાપના પ્રાયヘીત માટે નિવારણ એક જ હૃદયપૂર્વક કરેલ ક્ષમાયાચના અથવા પ્રાયヘતિ જ હોય છે.

જ્ઞાનીઓ કહે છે કે ક્રોધના ફળ કડવા હોય છે. જૈનોમાં સંવત્‍સરી મહાપર્વ ગણાય છે. આરાધકો સાંજે લગભગ ૩ કલાકનું પ્રતિક્રમણ કરે છે. જેમાં વર્ષ દરમિયાન કરેલ પાપોનું પ્રાયヘીત કરે છે. પાપદોષથી મલિન થયેલા જીવનની શુધ્‍ધિ માટે પ્રતિક્રમણ ક્રિયા જ્ઞાનીઓ દ્વારા બતાવામાં આવી છે. 

(3:19 PM IST)