<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

રેસકોર્ષના ગ્રાઉન્‍ડમાંથી ચોરાઉ રીક્ષા સાથે મિલીંદ અને મુસ્‍તાક પકડાયા

ક્રાઇમ બ્રાંચના હેડકોન્‍સ જયરાજભાઇ કોટીલા, દિલીપભાઇ બોરીચા અને કોન્‍સ વિશાલભાઇ દવેની બાતમી રીક્ષા કબ્‍જે

રાજકોટ તા.૨૭: શહેરના રેસકોર્ષના ગ્રાઉન્‍ડમાં ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી ચોરાઉ રીક્ષા સાથે બે શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રેસકોર્ષના ગ્રાઉન્‍ડમાં બે શખ્‍સો ચોરાઉ રીક્ષા સાથે ઉભા હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ જયરાજભાઇ કોટીલા, દિલીપભાઇ બોરીચા અને કોન્‍સ વિશાલભાઇ દવેને બાતમી મળતા સ્‍ટાફ સાથે દરોડો પાડી  રેસકોર્ષ ગ્રાઉન્‍ડમાંથી  મીલીંદ પરસોતમ ભાઇ રત્‍નોતર (ઉ.વ.૨૭) (રહે.સોરઠીયા પ્‍લોટ-૭ જીલ્‍લ ગાર્ડન પાસે) અને મુસ્‍તાક ઇકબાલભાઇ મોદી (ઉ.વ.૩૮) (રહે. જીલ્‍લ ગાર્ડન પાસે ઘાંચીવાડ શેરી નં.૭) ને ચોરાઉ રીક્ષા સાથે પકડી લીધા હતા. મુસ્‍તાક અગાઉ જુગાર, દારૂ અને ચોરી સહિત છ ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્‍યું છે. આ કામગીરી પી.આઇ.એમ. ગોંડલીયા તથા એમ.એમ.ડામોર અને સી. એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પી. એસ. આઇ. વી.ડી. ડોડીયા, એ.એસ.આઇ. અમતીભાઇ અગ્રાવત, દિગ્‍પાલસિંહ જાડેજા  હેડકોન્‍સ દિપકભાઇ ચોૈહાણ, દિલીપભાઇ બોરીચા, રાજેશભાઇ જળુ, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા તથા કોન્‍સ વિશાલભાઇ દવે દ્વારા કરવામાં આવી હતી.

(2:07 PM IST)