તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
સેવન્થ ડે સ્કૂલમાં પ્રવેશ રદ કરાવવા માટે પૂછપરછ શરૃ
વાલીઓની મદદ કરશે DEO કચેરીના અધિકારીઃઅમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં આશરે એક સપ્તાહ બાદ ઓનલાઈન વર્ગો શરૃ કરાયા છ:શાળા સતત ચર્ચામાં

અમદાવાદ, તા.૨૭
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ધોરણ ૧૦ના વિદ્યાર્થીની હત્યા બાદ સતત ચર્ચામાં છે. આ સ્કૂલમાં ધોરણ ૮ના વિદ્યાર્થીએ ધોરણ ૧૦ના વિદ્યાર્થીની હત્યા કરી હતી. આ ઘટનાના એક સપ્તાહ બાદ સ્કૂલમાં સોમવારથી ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૃ થયું છે. ધોરણ ૬થી ૧૨ના ઓનલાઈન વર્ગો શરૃ કરવામાં આવ્યા છે. બીજી તરફ DEO કચેરીના ચાર અધિકારીઓને શાળામાં ડેપ્યુટ કરવામાં આવ્યા છે. આ અધિકારીઓ જે વાલીઓ સેવન્થ ડે સ્કૂલમાંથી પોતાના બાળકનો પ્રવેશ રદ્દ કરી અન્ય સ્કૂલમાં જવા ઈચ્છે છે તેની મદદ કરશે. આ વચ્ચે પ્રથમ દિવસે ૭૦થી વધુ વાલીઓએ પ્રવેશ રદ્દ કરવા માટે પૂછપરછ કરી હતી.
સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીની ધોરણ ૮ના વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલી હત્યાએ શિક્ષણજગતમાં હડકંપ મચાવી દીધો હતો. આ ઘટનાની ચર્ચા સમગ્ર દેશમાં થઈ હતી. આ ઘટના બાદ ઘણા વાલીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં મંગળવારે ઘણા વાલીઓ સ્કૂલ બદલવા માટે પૂછપરછ માટે આવ્યા હતા.
જે વાલીઓ સ્કૂલ બદલવા ઈચ્છે છે તેની ડીઈઓ કચેરીના અધિકારીઓ મદદ કરશે. આ વાલીઓ અત્યારે LC વગર અન્ય સ્કૂલમાં પ્રોવિઝનલ એડમિશન લઈ શકશે. નોંધનીય છે કે સ્કૂલમાં બાળકની હત્યા બાદ હોબાળો મચી ગયો હતો.
નારાજ લોકોએ સ્કૂલમાં તોડફોડ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્કૂલની અંદર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ શાળામાં હજુ ધોરણ ૧થી ૫નો અભ્યાસ શરૃ થયો નથી.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
