<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

ચાંદખેડામાં આવેલ એશિયન ગ્લોબલ સ્કૂલમાં અમદાવાદ શહેર NSUI પ્રમુખની એડમિશન બાબતે માથાકૂટ: પોલીસ ફરિયાદ

NSUIના શહેર પ્રમુખ તિલકરામ તિવારીએ સ્કૂલના ડિરેકટર પર રોફ જમાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ

અમદાવાદની ચાંદખેડામાં આવેલી એશિયન ગ્લોબલ સ્કૂલમાં અમદાવાદ શહેર NSUI પ્રમુખે એડમિશન બાબતે માથાકૂટ કરી ઝપાઝપી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શહેર NSUI પ્રમુખ તિલકરામ તિવારીએ સ્કૂલના ડિરેકટર સાથે બોલચાાલી કરી ધમકી આપી હતી. સ્કૂલ ઓફિસરમાં થયેલી ઝપાઝપીના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે

  ગત  26 ઓગસ્ટે સ્કૂલમાં રિસેપ્શન એરિયામાં 4 અજાણ્યા વ્યક્તિ બેઠા હતા. જેથી એડમીન સ્મિતાબેને અહીંયા કેમ બેઠા છો? પૂછતા એડમિશન માટે બેઠા હોવાનું જણાવ્યું હતું. જોકે એડમીને એડમિશન પ્રોસેસ અલગ હોવાનું ફોર્મ ભરવા માટે જણાવ્યું હતું ત્યારે NSUIના શહેર પ્રમુખ તિલકરામ તિવારીએ કહ્યું હતું કે, જે વિધાર્થીને એલસી આપ્યું તેના પિતાએ મોકલ્યા હોવાનું જણાવ્યું હતું અને આભાબેનને મળવાનું જણાવ્યું હતું. જોકે એડમીને આ બાબતે મળવાની ના પાડી હતી. તિલકરામે સ્કૂલના ડિરેકટર પર રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. સાથે જ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ચાંદખેડા પોલીસે સમગ્ર મામલે તિલકરામ તિવારી સહિત ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(6:09 PM IST)