<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

માઇક્રોસોફ્ટની કડક સ્પર્ધા બાદ હવે ગૂગલએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે કરોડો ડોલરનું ભવ્ય રોકાણ વધારવાના કાળમુખા બહાને ૫ દેશોમાં ફરજ બજાવતા પોતાના હજારો કર્મચારીઓને સ્વેચ્છાએ નોકરી છોડી દેવાની ધડાકાબાર ઓફર પકડાવી દેતાં સમગ્ર આઈટી ક્ષેત્ર અને સાઈબર આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી

એઆઈ રેસમાં આગળ નીકળવા માટે ગૂગલે પોતાના જ પાયાના કર્મચારીઓના ભવિષ્ય પર ફેરવ્યું કાળમુખું બુલડોઝર:નોકરીઓ ગુમાવવાના અચાનક આદેશથી સમગ્ર વિશ્વના આઈટી એન્જિનિયરોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી જગત અને ગૂગલના વૈશ્વિક હેડક્વાર્ટર તરફથી આઈટી કર્મચારીઓની ઊંઘ હરામ કરી નાખે તેવા અત્યંત ચોંકાવનારા, કાળજું ચીરી નાખે તેવા અને સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે! આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના યુદ્ધમાં માઇક્રોસોફ્ટ અને ઓપન-એઆઈને પછાડવા માટે ગૂગલ તેના માળખામાં સ્ફોટક અને ક્રાંતિકારી ફેરફારો કરી રહ્યું છે.
સવેન્સ પેકેજની સૌથી વધુ વિગતો સ્વિટ્ઝર્લેન્ડના કર્મચારીઓ માટે સામે આવી છે. ત્યાં આ ઓફર સ્વીકારનારા કર્મચારીઓને કંપનીમાં કામ કરેલા દરેક વર્ષ સામે એક મહિનાના પગાર જેટલું વળતર આપવામાં આવ્યું છે. જોકે, તેની મહત્તમ મર્યાદા 12 મહિનાના પગાર સુધી રાખવામાં આવી છે. એટલે કે 12 વર્ષ કે તેથી વધુ સમયથી કંપનીમાં કામ કરતા કર્મચારીઓને પણ વધુમાં વધુ એક વર્ષના પગાર જેટલું વળતર મળી શકે છે. ગૂગલે સ્વિટ્ઝર્લેન્ડના કર્મચારીઓને જૂનના મધ્યમાં આ યોજના વિશે જાણ કરી હતી અને જુલાઈના મધ્ય સુધીમાં અરજીઓ અંગે નિર્ણય જણાવ્યો હતો. ઓફર સ્વીકારનારા કર્મચારીઓએ ઓગસ્ટથી કંપની છોડવાનું શરૂ કર્યું હતું. જોકે, કેનેડા, ફ્રાન્સ, જર્મની અને જાપાનના કર્મચારીઓ માટે વળતરની ચોક્કસ શરતો જાહેર કરવામાં આવી નથી. તેથી સ્વિટ્ઝર્લેન્ડ જેવી જ ગણતરી અન્ય દેશોમાં પણ લાગુ પડશે કે નહીં તે સ્પષ્ટ નથી.
ગૂગલની સ્વૈચ્છિક એક્ઝિટ યોજના કંપનીના દરેક કર્મચારી માટે ઉપલબ્ધ નથી. કયા વિભાગમાં, કઈ ભૂમિકા અને કયા દેશમાં કર્મચારી કામ કરે છે તેના આધારે પાત્રતા નક્કી થાય છે. સ્વિટ્ઝર્લેન્ડમાં અનેક વિભાગોના કર્મચારીઓને આ ઓફર આપવામાં આવી હતી, પરંતુ ગૂગલની AI રિસર્ચ યુનિટ ડીપમાઇન્ડને તેમાંથી બાકાત રાખવામાં આવી હતી. અગાઉની કેટલીક ઓફરમાં ગૂગલ ક્લાઉડ અને ડીપમાઇન્ડના કર્મચારીઓને પણ સામેલ કરવામાં આવ્યા નહોતા. અમેરિકામાં ગૂગલે 2025થી અલગ-અલગ વિભાગોમાં આવી યોજનાઓ રજૂ કરી છે. જૂન 2025માં કોમ્યુનિકેશન, કોર, નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન, માર્કેટિંગ અને રિસર્ચ વિભાગના કર્મચારીઓને ઓફર આપવામાં આવી હતી. ફેબ્રુઆરી 2026માં ગ્લોબલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના કેટલાક કર્મચારીઓ માટે પણ આવી યોજના રજૂ કરવામાં આવી હતી. જોકે, મોટા ગ્રાહકો સાથે સીધા સંપર્કમાં રહેતી સેલ્સ ટીમ સહિતના કેટલાક વિભાગોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા.

 

(6:11 PM IST)