<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

મોડાસામાં ગણેશચતુર્થી પર્વની ધામધૂમથી ઉજવણી

મનોકામના સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા ભવ્ય શોભાયાત્રા નીકળી

અરવલ્લી જિલ્લામાં પણ ગણેશચતુર્થી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મોડાસામાં ગણેશચતુર્થી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ છે. મનોકામના સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં ગણેશજીને ગજરાજ પર બિરાજમાન કરવમાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લામાં પ્રથમ વખત ગજરાજ પર ગણેશજીની શોભાયાત્રા નિકળી છે.

(7:07 PM IST)