તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
ભગવતીપરાના સદામ અંસારીએ ઝેરી દવા પીધીઃ ગંભીર હાલત
સીઝનલ ધંધો કરતા યુવાને પગલુ શા માટે ભર્યુ? પરિવાર અજાણ

રાજકોટ તા. ૨૭: ભગવતીપરામાં ભારત પાન સામે રહેતાં સદામ મહેબુબભાઇ અંસારી (ઉ.વ.૨૮) નામના યુવાને ઝેરી દવા પી લેતાં ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સદામ બે બહેનનો એકનો એક નાનો ભાઇ છે અને સીઝનલ ધંધો કરે છે. તેના લગ્ન થયા નથી. સદામ બેભાન હોઇ આ પગલુ શા માટે ભર્યુ? તે બહાર આવ્યું નથી. પરિવારજનો પણ કારણ જાણતા નથી.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.
(2:25 PM IST)










