તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
વિધર્મી યુવાન બનાવટી આધાર કાર્ડ, પાસ બુકના બોગસ પુરાવા આધારે હિન્દુ બનેલ, સુરતની લાલબત્તી જેવી ઘટના
હિન્દુ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, હિન્દુ હોવાનું પુરવાર કરવા આખું નાટક રચ્યું હતું, અકિલા સાથે sog પીઆઇ અશોક ચોધરી લવ જેહાદી પ્રવળતિઓ પરથી પડદો હટાવે છે :સુરત શહેરમાંથી લવ જેહાદી પ્રકારના યુવાનોને શોધવા જબરજસ્ત અભિયાન શરૂ કરાવતા સીપી અનુપસિંહ ગેહલોત, ડીસીપી રાજદીપસિંહ નકુમને નેતૃત્વ સુપ્રત

રાજકોટ, તા.૨૭: પત્નીના પરિવારને પોતે વિધર્મી નહિ, પણ હિન્દુ હોવાનું ખોટા આધાર પુરાવા ઊભા કરી, મોટી ઠગાઇ આચરવામા આવી રહ્યાનું પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતના નિયમિત વિવિધ લોકો સાથેના જન સંપર્ક અને ib વડા તરીકેના કાર્યકાળને કારણે ઇનપુટ મળતા તેની ખરાઇ કરી આવા લોકોને શોધવા ખાસ ઝુંબેશ ચલાવવા નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ મારફતે આવી વિગતો ભૂતકાળમાં મેળવી ચુકેલા પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરીને કામગીરી સુપ્રત થતા વિવિધ ટીમો સુરતમાં ફરી વળી હતી. આ દરમિયાન બનાવટી આધારકાર્ડ, પાસબુક આધારે એક વિધર્મી યુવાનને sog ટિમ દ્વારા ઝડપી લેવાયો હોવાનું sog પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચીધરીએ અકિલા સાથેની વાતચીતમાં સમર્થન આપી આવા અન્ય વિધર્મી તત્વોને શોધી કાઢવા મોટા પાયે અભિયાન શરૂ થયાનું જણાવ્યું હતું.
ઉપરોક્ત વિધર્મી યુવાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. તે દરમ્યાન એસ.ઓ.જી.,ના ASI હિતેષસિંહ દિલીપસિંહ તથા HC કિરીટભાઈ શામજીભાઈ નાઓને ખાનગી રાહે બાતમી મળેલ એક મુસ્લીમ યુવકે પોતાના હિંદુ નામના ખોટા આધાર પુરાવા બનાવી પાંડેસરા વિસ્તારમાં રહે છે. તે બાતમી આધારે એસ.ઓ.જી..ના અધિકારી/માણસોએ રેઈડ કરી આરોપી ફુલફામ હસન ઉર્ફે હની યાદવ S/O અકબરઅલી શા ઉ.વ.૨૪ ધંધો-સિલાય કામ રહે. પ્લોટ નં.૩૪૨ રૂમ નં.૦૮ આશાપુરી-૦ર મહાદેવ મંદિરની સામે ધીરૂભાઇ રબારીના મકાનમાં ભાડેથી પાંડેસરા સુરત શહેર મુળ રહે-મુ.પો-અજીતપુર નવી વસ્તી હુસૈની મસ્જીદ પાસે તા.સદર જિ.રામપુર (ઉત્તરપ્રદેશ) વાળાને ઝડપી પાડી તેની પાસેથી (૧) મુસ્લીમ નામ વાળુ સાચુ આધારકાર્ડ નંગ-૦૧ કિં.રૂ.૦૦/૦૦ (૨) મુસ્લીમ નામ વાળુ સાચુ પાનકાર્ડ નંગ-૦૧ કિ.રૂ.૦૦/૦૦ (૩) હિન્દુ નામ વાળુ ખોટુ આધારકાર્ડ નંગ-૦૧ કિં.રૂ.૦૦/૦૦ (૪) હિન્દુ નામ વાળા SBI એકાઉન્ટની પાસબુક નંગ-૦૧ કિ.રૂ.૦૦/૦૦ (૫) મોબાઇલ ફોન નંગ-૦૧ કિં.રૂ.૨૫,૦૦૦/ મળી કુલ્લે કિં.રૂ.૨૫,૦૦૦/ ની મત્તાનો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે.
મજકુર આરોપીની પુછપરછ દરમ્યાન એવી હકીકત જાણવા મળેલ છે કે, પોતાની હિન્દુ પત્ની સાથે પ્રેમ લગ્ન કરેલ હોય. જેથી તેની પત્નીના પરીવારના લોકો સમક્ષ પોતાની હિન્દુ તરીકેની ઓળખ બતાવવા સારૂ તેની સાચી ઓળખ છુપાવી પોતે મુસ્લીમ હોવા છતા પોતાનુ હિન્દુ નામ ધારણ કરી બનાવટી અને ખોટુ આધારકાર્ડ બનાવી તે આધારે લ્ગ્ત્ બેંકમાં એકાઉન્ટ ખોલાવી પોતે હિન્દુ તરીકે રહેતો હોવાની હકીકત જણાવેલ હતી. (રર.૧૮)
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
