તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
નર્મદા જિલ્લા પોલીસ વડા તરીકે આઈપીએસ વિશાખા ડબરાલ એ આજે ચાર્જ સંભાળ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજ્યમાં 25 જિલ્લામાં પોલીસ વડા અને નાયબ પોલીસ વડાની બદલીના હુકમો થયા હતા જેમાં નર્મદા જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ વડાની પણ બદલીના હુકમ થયા હતા
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બેની બદલી કરી તેમને બનાસકાંઠાના પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જ્યારે તેમની જગ્યા પર વિશાખા ડબરાલ, ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ, ઝોન - 3 અમદાવાદ શહેર ની નર્મદા પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી હતી સાથે આઇપીએસ લોકેશ યાદવની પણ નર્મદા જિલ્લા માંથી બદલી કરી સીઆઈડી ક્રાઇમ પોલિસ ભવન, ગાંધીનગર ખાતે બદલી કરી હતી તેમની જગ્યા પર હાલ નર્મદા જિલ્લામાં કોઈ મુકાયું ન હતું પરંતુ નર્મદા જિલ્લા પોલીસ વડા તરીકે મુકાયેલા વિશાખા ડબરાલએ તેમનો ચાર્જ સંભાળતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ એ તેમનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
