તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
માધાપર ચોકડીએ રહેતાં પરપ્રાંતિય યુવાનનું બિલ્ડીંગમાં પીઓપી કામ કરતી વખતે મોત
આરકે એમ્પાયરમાં બારમા માળે બનાવઃ ઓફિસ અંદર ચાલતી વખતે એકાએક પડી ગયોઃ બેભાન હાલતમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૭: માધાપર ચોકડી નજીક મનોહર પાણીના ટાંકા પાસે રહેતાં અને પીઓપીનું કામ કરતાં યુવાનનું મવડી ચોકડીએ બિલ્ડીંગમાં બારમા માળે ઓફિસમાં કામ કરતી વખતે પડી જતાં બેભાન થઇ જતાં મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ માધાપર ચોકડી નજીક રહેતો મનોજ રામપતભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૫) ગત સાંજે મવડી ચોકડી પાસે આરકે એમ્પાયર નામની બિલ્ડીંગના બારમા માળે ઓફિસમાં પીઓપીનું રીપેરીંગ કામ ચાલુ હતું ત્યાં લાપી કામ કરતો હતો ત્યારે ચાલીને બાથરૂમ તરફ જતી વખતે એકાએક પડી જતાં બેભાન જેવો થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્દ્રભાઇ, પ્રકાશભાઇ સહિતે જાણ કરતાં માલવીયાનગર પોલીસ મથકના હેડકોન્સ. ડી. જી. બગડાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર મનોજ મુળ યુપીનો વતની હતો અને પરિણીત હતો. તે બે ભાઇ અને બે બહેનમાં ત્રીજો હતો. હાર્ટએટેક આવી ગયાની શક્યતા જણાઇ હતી. મોતનું કારણ જાણવા તબિબે વિસેરા લઇ પરિક્ષણમાં મોકલ્યા હતાં. (૧૪.૫)
(2:08 PM IST)










