News of Wednesday, 27th August 2025
સુરત, નોઇડા અને તિરુપુરના ટેક્સટાઈલ યુનીટે ઉત્પાદન બંધ કર્યુ
ટ્રમ્પના ટેરીફથી ભારતને ફટકો !

મુંબઈ, તા.૨૭: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લગાવેલો વધારાનો ૨૫ ટકા ટેરીફ આજથી લાગુ થવાનો છે, આ સાથે યુએસમાં આયાત થતી ભારતીય પેદાશો પર કુલ ટેરીફ ૫૦ ટકા થઇ જશે. વડાપ્રધાન મોદીએ અમદવાદની સભામાં ભારત ટેરીફની અસરને પહોંચી વળવા તૈયાર છે, ત્યારે ભારતના કાપડ ઉદ્યોગ પર ટેરીફની અસર શરુ થઇ ગઈ છે. અહેવાલ મુજબ તિરુપુર, નોઈડા અને સુરતના કાપડ અને વષા ઉત્પાદકોએ ઉત્પાદકોએ ઉત્પાદન બંધ કરી દીધું છે.
ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO) ના પદાધિકારીઓના જણાવ્યા મુજબ ‘તિરુપુર, નોઈડા અને સુરતમાં કાપડ અને વષા ઉત્પાદકોએ ઉત્પાદન બંધ કરી દીધું છે. વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા હરીફો સામે ભારત સ્પર્ધા નહીં કરી શકે. યુએસ બજારમાં આયાત થતા સીફૂડ ખાસ કરીને ઝીંગામાં ભારતીય નિકાસનો હિસ્સો ૪૦ ટકા છે, તેથી ટેરીફ વધવાથી સપ્લાય ચેઇન ખોરવાઈ જશે.'
તેમણે જણાવ્યું કે હાલ યુએસ સાથેના સારા રાજદ્વારી સંબંધનો લાભ લેવો જરૂરી છે અથવા તો બ્રાન્ડ ઇન્ડિયા અને ઇનોવેશનને પ્રોત્સાહન આપીને વૈશ્વિક બ્રાન્ડિંગ વધારો કરવો કરવાનો અભિગમ અપનાવી શકાય છે. ગુણવત્તા વધારવા માટે કામ કરવું અને એક્ષ્પોર્ટ સ્ટ્રેટેજી બનાવીને વૈશ્વિક સ્તરે ભારતીય પેદાશોને વધુ આકર્ષક બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ભારતીય કાપડ ઉદ્યોગ સંઘે જણાવ્યું કે ભારતીય માલ પર ૫૦ ટકા યુએસ ટેરિફ થતા ભારતના કાપડ અને વષા નિકાસકારો સામે ઉભા થયેલા પડકારનો સામનો કરવા માટે કાપડ ઉત્પાદકો સરકાર પાસેથી તાત્કાલિક મદદની આશા રાખી રહ્યા છે.
ભારતીય કાપડ ઉદ્યોગ સંઘે જણાવ્યું કે ટેરીફને કારને ભારતના કાપડ અને વષા નિકાસકારોને મોટું નુકશાન જશે, જેના પરિણામે દેશ માટે વિદેશી હૂંડિયામણની કમાણી પણ ઘટશે. આ સાથે આ ક્ષેત્રમાં અસંખ્ય નોકરીઓ પણ જશે. જ્યારે વર્ષ ૨૦૩૦ સુધીમાં કાપડ અને વષા નિકાસને $૧૦૦ બિલિયન સુધી લઇ જવાનો ટાર્ગેટ છે ત્યારે ટેરીફ લાગુ થવાથી આ ટાર્ગેટ સુધી પહોંચવું મુશ્કેલ છે
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
