<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

આ છે ભારતની પ્રથમ મહિલા જાસૂસઃ ૭૫,૦૦૦ કેસ સોલ્‍વ કર્યા

કહેવાય છે ‘લેડી જેમ્‍સ બોન્‍ડ'....રાજની પંડિતની સૌથી મોટી ખાસિયત તેમનું અંડરકવર કામઃ હંમેશા કેટલાય વેશ બદલીને કેસની સચ્‍ચાઈ સામે લાવતા

નવી દિલ્‍હી,તા.૨૭: જાસૂસીનું કામ હંમેશા ફિલ્‍મો અને કહાનીઓમાં રોમાંચથી ભરેલું દેખાડવામાં આવે છે. પણ હકીકતમાં આ સાહસ, બુદ્ધિમાની અને જોખમભરેલું કામ છે. ભારતમાં આ ક્ષેત્રમાં આમ તો પુરુષોનો દબદબો હતો, ત્‍યારે એક મહિલાએ સમાજની ધારણાને તોડતા આ દુનિયામાં પગલું માંડ્‍યું. આ મહિલા હતી રાજની પંડિત. જેને આજે દેશની પ્રથમ મહિલા પ્રાઈવેટ ડિટેક્‍ટિવ અને લેડી જેમ્‍સ બોન્‍ડના નામથી ઓળખવામાં આવે છે. ચાર દાયકાથી પણ વધારે સમય સુધી તેમણે સત્‍યને સામે લાવવા અને નબળાને ન્‍યાય અપાવવાનું કામ કર્યું છે. અત્‍યાર સુધીમાં તેઓ ૭૫,૦૦૦થી વધારે કેસ સોલ્‍વ કરી ચુક્‍યા છે અને આજે પણ તેમની કહાની દરેક મહિલા અને યુવાનોને પ્રેરણા આપે છે.

રાજની પંડિતનો જન્‍મ ૧૯૬૨માં મહારાષ્ટ્રમાં થયો હતો. તેમના પિતા ઘ્‍ત્‍ઝમાં સબ ઈંસ્‍પેક્‍ટર હતા. બાળપણથી રજનીએ પિતાના કામને જોઈ ન્‍યાય અને સચ્‍ચાઈનો રસ્‍તો અપનાવવાની પ્રેરણા લીધી. જ્‍યારે તેઓ રુપારેલ કોલેજમાંથી મરાઠી સાહિત્‍યનો અભ્‍યાસ કરી રહ્યા હતા,ત્‍યારે તેમના એક સહપાઠીને શોષણથી બચાવી હતી. અહીંથી તેમની અંદર જાસૂસ બનવાની ઈચ્‍છા ઉત્‍પન્ન થઈ અને તેમણે પોતાના કરિયર તરીકે તેને અપનાવવાનો નિર્ણય લીધો.

૧૯૮૬માં તેમણે પોતાની જાસૂસી એજન્‍સી શરુ કરી, જેનું નામ પહેલા રાજની ઈન્‍વેસ્‍ટિગેટિવ બ્‍યૂરો અને બાદમાં રાજની પંડિત ડિટેક્‍ટિવ સર્વિસેઝ રાખ્‍યું હતું. ધીમે ધીમે તેમની એજન્‍સીએ આકાર લીધો અને આજે તેમાં કેટલાય કુશળ ડિટેક્‍ટિવ કામ કરે છે.

રાજની પંડિતની સૌથી મોટી ખાસિયત તેમનું અંડરકવર કામ છે. તેઓ હંમેશા કેટલાય વેશ બદલીને કેસની સચ્‍ચાઈ સામે લાવતા હતા. ક્‍યારેક તેઓ નોકરાણી બનીને ઘરમાં એન્‍ટર થતા અને પરિવારનો વિશ્વાસ જીતી સચ્‍ચાઈ સામે લાવી. ક્‍યારેક ગર્ભવતી મહિલા બનીને લોકોની સહાનુભૂતિ મેળવી અને રહસ્‍યો ખોલ્‍યા. આ ઉપરાંત ક્‍યારે ફેરીવાળી અથવા રસ્‍તા પર સામાન વેચીને, ભીડમાં ભળી સંદિગ્‍ધ લોકો પર નજર રાખતા.

આ વેશભૂષાની તૈયારીમાં તેમને કેટલાય અઠવાડીયા અને મહિનાઓ લાગતા, પણ પૂરાવા એકઠા કરવામાં ક્‍યારેય નિષ્‍ફળ થયા નથી.

કેવા કેવા કેસ સોલ્‍વ કર્યા? તેમની પાસે વૈવાહિક વિવાદ, કોર્પોરેટ છેતરપીંડી, ગુમ થયેલા લોકો અને રાજકીય તપાસ જેવા ગંભીર વિષયો આવતા. તેમની એજન્‍સીએ દરેક ક્ષેત્રમાં પરિણામ આપ્‍યું છે.

રાજની પંડિતે પોતાના અનુભવ પર આધારિત બે મરાઠી બુક લખી છે. તેમના સાહસ અને યોગદાન માટે તેમને હિરકણી એવોર્ડથી સન્‍માનિત કર્યા છે. તેમની જિંદગી અને કામ પર કેટલીય ડોક્‍યુમેન્‍ટ્રી બની ચુકી છે.

રાજની પંડિત ખાલી એક જાસૂસ નથી, પણ એ મહિલાઓ માટે પ્રેરણા છે, જે પરંપરાગત વિચારથી અલગ હટીને પોતાના સપના પૂરા કરવા માગે છે. તેમણે સાબિત કરી દીધું કે હિમ્‍મત, બુદ્ધિ અને લગનથી કોઈ પણ મુશ્‍કેલી હલ કરી શકાય છે.

(11:14 AM IST)