તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
અમદાવાદમાં ગણેશ ચતુર્થીની ધામધૂમ પૂર્વક ઉજવણી:ઠેર- ઠેર ઢોલ -નગારા અને ડીજેના તાલ સાથે બપ્પાને ભક્તો દ્વારા વધામણાં
ભક્તોએ ગણપતિજીની મૂર્તિઓને વાજતે ગાજતે પોતાના ઘરે, સોસાયટીમાં કે પંડાલમાં સ્થાપિત કરી

અમદાવાદ : સમગ્ર દેશમાં હાલ ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. દસ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવા માટે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષ સાથે ભક્તો બાપ્પાને પોતાના ઘરે લઈ જવા માટે પહોંચ્યા હતા. ગણેશ ચતુર્થીના પાવન અવસર પર, ગણેશજીની મૂર્તિઓ ખરીદવા માટે બજારોમાં સવારથી જ ભીડ જામી હતી. ઠેર ઠેર ઢોલ-નગારા અને ડીજેના તાલ સાથે ભક્તો બાપ્પાને વધાવવા પહોંચ્યા હતા. મૂર્તિઓને ફૂલો અને રોશનીથી સજાવવામાં આવી હતી. ભક્તોએ ગણપતિજીની મૂર્તિઓને વાજતે ગાજતે પોતાના ઘરે, સોસાયટીમાં કે પંડાલમાં સ્થાપિત કરી છે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
