તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
નવસારીમાં " ગણપતિ બાપ્પા મોર્યા " ના નાદ ગૂંજ્યા: બંગાળી કારીગરો 5 મહિનાઓથી ગણેશ પ્રતિમાઓ બનાવવામાં વ્યસ્ત
નવસારી શહેર, જિલ્લા સહિત વલસાડ, ડાંગ, તાપી, સુરત જિલ્લામાંથી પણ ગણેશ ભક્તો નવસારીમાં માટીની ગણેશ પ્રતિમાઓ બનાવડાવતા થતા નવસારી શ્રીજીની મૂર્તિઓનું હબ બની ગયું

નવસારી : શ્રાવણ પૂર્ણતાએ પહોંચતા જ નવસારીમાં " ગણપતિ બાપ્પા મોર્યા " ના નાદ સંભળાવવા માંડ્યા છે. નવસારીમાં મોટી સંખ્યામાં બંગાળી કારીગરો છેલ્લા 4 થી 5 મહિનાઓથી ગણેશ પ્રતિમાઓ બનાવી રહ્યા છે. કોલકત્તાની ગંગા માટીમાંથી આ બંગાળી કારીગરો, ગણેશ મંડળોની પસંદગીની પ્રતિમાઓ બનાવે છે, જેની કિંમત શ્રીજી પ્રતિમાની ઉંચાઈ ઉપર આધાર રાખે છે, એક ફૂટના 5 હજારથી 8 હજાર રૂપિયા સુધીની કિંમત બંગાળી કારીગરો રાખે છે અને ગણેશ મંડળો લાખ કે દોઢ લાખ કે તેથી પણ વધુ રૂપિયા પ્રતિમા પાછળ ખર્ચે છે. જ્યારે પ્રતિમા બન્યા બાદ શ્રીજીના શૃંગાર પાછળ પણ એટલો જ ખર્ચ કરે છે. ત્યારે નવસારીમાં ગણેશ પ્રતિમાનો ઉદ્યોગ અંદાજે 5 કરોડથી પણ વધુનો થયો છે.
નવસારીમાં હાલમાં 6 મોટા માટીની પ્રતિમાઓના કારખાના કાર્યરત છે, જેમાં 400 થી વધુ કારીગરો પ્રતિમાઓ બનાવી રહ્યા છે, એક કારખાનામાં મોટી પ્રતિમાઓની જ વાત કરીએ, તો અંદાજે 1 હજારથી વધુ પ્રતિમા બની છે. જેમાં નવસારી શહેર, જિલ્લા સહિત વલસાડ, ડાંગ, તાપી, સુરત જિલ્લામાંથી પણ ગણેશ ભક્તો નવસારીમાં માટીની ગણેશ પ્રતિમાઓ બનાવડાવતા થતા નવસારી શ્રીજીની મૂર્તિઓનું હબ બની ગયું છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
