તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા ‘અકિલા રઘુવંશી બીટસ'નું ભવ્ય આયોજનઃ પાસ વિતરણ શરૂ
સર્વ જ્ઞાતિના બહેનો આવકાર્ય : પારિવારીક માહોલ : ખેલૈયાઓ વચ્ચે જામશે નવરાત્રીનો જંગ : સંપૂર્ણપણે પારિવારીક, ગરીમાપૂર્ણ, મર્યાદાયુકત વાતાવરણમાં યોજાશે પવિત્ર મહોત્સવ : સાધુ વાસવાણી રોડ પર રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ : ખેલૈયાઓમાં જબરો ઉત્સાહ : પાસ માટે વોટ્સએપ નંબર પરથી પણ ફોર્મ મળી શકશે

રાજકોટ : રાજકોટમાં નવરાત્રીના પાવન પર્વને અનોખી રીતે ઉજવવા માટે રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા સતત નવમાં વર્ષે ‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ-૨૦૨૫'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ ૨૨ સપ્ટેમ્બર થી ૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી સાધુ વાસવાણી રોડ પર યોજાશે. આ આયોજન ખાસ કરીને લોહાણા સમાજ માટે હોવા છતાં, તમામ જ્ઞાતિના બહેનોને આવકાર મળશે, જેથી એક પારિવારિક અને ગરીમાપૂર્ણ વાતાવરણ ઉભું થશે.
હજારો ખેલૈયાઓ ઉમટી પડશેઃ શ્રી રઘુકુળ યુવા ગ્રુપના જયદેવભાઈ રૂપારેલીયા અને તેમની ટીમે જણાવ્યું કે આ દસ દિવસીય મહોત્સવમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ જોડાશે. આ આયોજન એક એવું પ્લેટફોર્મ પૂરું પાડશે જ્યાં પરિવાર સાથે મા આદ્યશક્તિની આરાધના થશે અને ખેલૈયાઓ સંપૂર્ણ પ્રેમ અને આદરભર્યા વાતાવરણમાં ઝૂમી શકશે. દરરોજ 'જય આદ્યાશકિત'ના ભક્તિપદ સાથે મંગલાચરણ કરવામાં આવશે.
જાણીતા કલાકારો રંગ જમાવશે : આ મહોત્સવમાં ગુજરાતના જાણીતા કલાકારો જીગ્નેશ સોની, દિપ્તી બાલાસરા, મહેલ શીશાંગીયા તેમજ એન્કરિંગ માટે ય્થ્-ચાંદની જોડાશે. વૈવીક ખ્યાતનામ સંગીતકાર એરેન્જરના સથવારે લોકગીતો અને રાસ પર આધારિત ભક્તિપદો રજૂ કરવામાં આવશે. ઓરકેસ્ટ્રા રીધમ કિર્તી વિમલ અને મ્યુઝીક ઝીલ એન્ટરટેઈનમેન્ટ તથા મેનેજમેન્ટ સુનીલ પટેલ દ્વારા સંભાળવામાં આવશે.
આધુનિક સુવિધાઓ અને સુરક્ષાઃ ખેલૈયાઓ અને મહેમાનોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રામદુત સાઉન્ડના વિપુલભાઈ પટેલની અત્યાધુનિક ડિજિટલ સાઉન્ડ સિસ્ટમ અને પાર્વતી ટ્રસ્ટના મોહીતભાઈ ખાખરીયાની રોશનીથી આખું ગ્રાઉન્ડ ઝળહળી ઉઠશે. શ્રી બુટભવાની મંડપના રાકેશભાઈ વ્યાસ દ્વારા સુંદર મંડપ ડેકોરેટ કરવામાં આવશે. લાઈવ પ્રસારણ માટે ઓમ ટેલી લીંકના વિકકીભાઈ મોદી અને તેમની ટીમ એલ.ઈ.ડી. સ્ક્રીન પર વ્યવસ્થા સંભાળશે.
સમગ્ર કાર્યક્રમમાં સુરક્ષા માટે ભવાની સિક્યુરિટીના અભિમન્યુસિંહ જાડેજા અને તેમના બાઉન્સરો ખાસ ખડેપગે ઊભા રહેશે.
પાસ મેળવવા અને સંપર્ક : ‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ-૨૦૨૫'ના પાસ માટેના ફોર્મ વિતરણ શરૂ થઈ ગયા છે. ખેલૈયાઓ નીચે આપેલ સ્થળો પરથી ફોર્મ મેળવી શકશેઃ
* જાનકી પ્રોપર્ટીઝ, જગન્નાથ ચોક, કાલાવડ રોડ
*રઘુવંશી વડાપાંઉં, કરણસિંહજી રોડ, બાલાજી મંદિર સામે
*રાધે કેન્ડી, રાજપેલેસની સામે, સાધુ વાસવાણી રોડ
*શ્રી ગણેશ આરઓ સિસ્ટમ, શિવમ પાર્ક-૧, અમૃતા હોસ્પિટલ પાછળ, રૈયા ચોકડી
* એકતા પ્રકાશન, યુનિવર્સિટી રોડ
* એરટેલ શોપી, જાસલ કોમ્પલેક્ષ, નાણાવટી ચોક
* અરૂણા સિલેકશન, નિર્મળા રોડ
* એલીઝા બ્યુટી સલૂન, સવન સર્વેશ કોમર્શિયલ, રૈયા રોડ
* જલારામ ખમણ, ગાંધીગ્રામ મેઈન રોડ, સત્યનારાયણ પાર્ક, ગાંધીગ્રામ
* કે.ડી. ડાન્સ એકેડમી, ૯- જંકશન પ્લોટ
* ઉમાવંશી દાબેલી, ગુણાતીતનગર ચોક, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળ
* નુપુર શૃંગાર, મિલપરા મેઈન રોડ, આદર્શ મંડપ સામે
* ગિરીરાજ સોડા સેન્ટર, કલ્યાણ સ્કૂલની બાજુની શેરી, રૈયા રોડ
* જલારામ હોઝિયરી, યોગેશ્વર પાર્ક મેઈન રોડ, પાટીદાર ચોક
* આઈ ફોસ્ટર ચશ્માઘર, રૈયા રોડ, નક્ષત્ર બિલ્ડિંગ, બાપા સીતારામ ચોક પાસે
* રાજહંસ સોડા, ત્રિકોણબાગ
* મહારાજ વડાપાંઉં, શોપ નં. ૩, રોયલ એન્કલેવ, શિવાલય ચોક, રેલનગર
વધુ માહિતી અને પાસ માટેના ફોર્મ માટે મો. ૯૫૭૪૩૩૯૩૩૯ અને મો. ૮૭૫૮૫૮૫૮૪૮ પર સંપર્ક કરી શકાશે. વ્હોટસએપ નંબર ૯૩૨૭૭૦૬૭૦૭ પરથી પણ ફોર્મની PDF ફાઈલ મળશે. ફોર્મ જમા કરાવવા માટે મુખ્ય કાર્યાલય જાનકી પ્રોપર્ટીઝ, જગન્નાથ ચોકનો સંપર્ક કરવો
(2:19 PM IST)










