<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

પાટણમાં મહારાષ્ટ્રિયન પરિવારો દ્વારા 148માં ગણેશ ઉત્સવનો ધાર્મિક વિધિવિધાન સાથે આસ્થાભેર પ્રારંભ

વાજતે ગાજતે શ્રીજીની પાલખીયાત્રા ભદ્ર વિસ્તારમાં ફરી ગણેશ વાડી ખાતે પહોંચી જ્યાં વિધિવત રીતે ગણેશજીની પ્રતિમાને પ્રસ્થાપિત કરી

પાટણ : સમગ્ર એશિયામા સૌ પ્રથમ ગણેશ ઉત્સવની શરૂઆત મહારાષ્ટ્ર થી નહીં પણ ગુજરાતના ઐતિહાસિક નગર એવા  પાટણ થી થઈ હતી. આજે પાટણમાં મહારાષ્ટ્રિયન પરિવારો દ્વારા 148 માં ગણેશ ઉત્સવનો  ધાર્મિક વિધિવિધાન અને ભક્તિમય માહોલ વચ્ચે પ્રારંભ કરવામાં આવ્યો  છે. શહેરના ભદ્ર વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રિયન પરિવારના નિવાસ્થાનેથી વાજતે ગાજતે શ્રીજીની પાલખીયાત્રા નીકળી હતી. જે ભદ્ર વિસ્તારમાં ફરી ગણેશ વાડી ખાતે પહોંચી હતી. જ્યાં વિધિવત રીતે ગણેશજીની પ્રતિમાને પ્રસ્થાપિત કરી 148 માં ગણેશ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 

  પાટણમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારોએ 1878 માં ગણેશ મહોત્સવની શરૂઆત કરી હતી અને ત્યારબાદ દેશની આઝાદીની ચળવળ દરમિયાન 14 વર્ષ પછી લોકમાન્ય તિલકે જનજાગૃતિના ભાગરૂપે 1892માં ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી અને  ત્યારબાદ સમગ્ર ભારતમાં આ ઉત્સવની શરૂઆત થઈ હતી.

(7:03 PM IST)