તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
ઉંમર માત્ર એક આંકડો! જોશના ચિનપ્પાનો અદમ્ય જુસ્સો, એશિયન ગેમ્સમાં મેડલ જીતવા તૈયાર!
"એશિયન ગેમ્સ ચોક્કસપણે મારા મનમાં છે," તેણે કહ્યું. જોકે, આ માટે તેણે ટ્રાયલ્સમાંથી પસાર થવું પડી શકે છે, અને તેનું પ્રદર્શન અન્ય ટુર્નામેન્ટ પર પણ આધાર રાખશે.

નવી દિલ્હી: ભારતીય સ્ક્વોશની દિગ્ગજ ખેલાડી અને ભૂતપૂર્વ વિશ્વ નંબર-૧૦ જોશના ચિનપ્પા આગામી મહિને ૩૯ વર્ષની થશે, પરંતુ તેમનો રમવાનો જુસ્સો અને મેદાન પરના પર્ફોમન્સમાં કોઈ ઘટાડો થયો નથી. હાલમાં જ યોજાયેલા એક સન્માન સમારંભમાં, જોશનાએ સ્પષ્ટ કર્યું કે તેમનું લક્ષ્ય આવતા વર્ષે યોજાનારી એશિયન ગેમ્સમાં મેડલ જીતવાનું છે.
જોશનાએ કહ્યું કે, "હું હાલમાં એક સમયે એક ટુર્નામેન્ટ પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહી છું. આ વર્ષના અંત સુધીમાં હું કેટલીક વધુ PSA સ્પર્ધાઓમાં ભાગ લઈશ."
જોશનાએ કબૂલ્યું કે હવે ઉંમરના આ તબક્કે શરીરને ફિટ રાખવું એક પડકાર છે. આ જ કારણ છે કે તે હવે ફક્ત પસંદગીની ટુર્નામેન્ટમાં જ ભાગ લઈ રહી છે, જ્યાં તેનું શરીર સંપૂર્ણપણે ફિટ હોય.
"એશિયન ગેમ્સ ચોક્કસપણે મારા મનમાં છે," તેણે કહ્યું. જોકે, તેણે એ પણ ઉમેર્યું કે આ માટે તેણે ટ્રાયલ્સમાંથી પસાર થવું પડી શકે છે, અને તેનું પ્રદર્શન અન્ય ટુર્નામેન્ટ પર પણ આધાર રાખશે.
૨૦૨૮માં લોસ એન્જલસ ઓલિમ્પિકમાં સ્ક્વોશ રમતનો સમાવેશ થવાનો છે, પરંતુ જોશનાએ સ્પષ્ટ કર્યું કે તે આટલું લાંબું વિચારી રહી નથી. હાલમાં તેનું સંપૂર્ણ ધ્યાન એશિયન ગેમ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર છે, જ્યાં તે ભારત માટે વધુ એક મેડલ જીતવાનો ઈરાદો ધરાવે છે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
