News of Wednesday, 27th August 2025
કેરેબિયન લીગમાં એક બોલ પર ૨૨ રનનો વર્લ્ડ રેકોર્ડ! નો બોલ, વાઈડ અને ૨ સિક્સરનો રોમાંચક ડ્રામા!
ગયાનાના રોમારિયો શેફર્ડના ૩૪ બોલમાં અણનમ ૭૩ રન: જવાબમાં, સેન્ટ લુસિયા કિંગ્સના અકીમ ઓગસ્ટે ૧૯ બોલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારીને ટીમને જીતાવી

સેન્ટ લુસિયા : ટી૨૦ ક્રિકેટમાં અશક્ય લાગતી ઘટનાઓ સતત બની રહી છે. કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) માં મંગળવારે રાત્રે એક બોલ પર કુલ ૨૨ રન બન્યા, જેણે ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. સેન્ટ લુસિયા કિંગ્સ અને ગયાના એમેઝોન વોરિયર્સ વચ્ચેની મેચમાં આ અસામાન્ય ઘટના જોવા મળી હતી.
એક બોલ પર ૨૨ રનની ગાથા
ગયાના વોરિયર્સની ઇનિંગ્સની ૧૫મી ઓવરમાં આ ડ્રામા સર્જાયો. ઓશેન થોમસ બોલિંગ કરી રહ્યો હતો અને રોમારિયો શેફર્ડ સ્ટ્રાઇક પર હતો.
• ત્રીજો બોલ: થોમસે નો બોલ ફેંક્યો. (૧ રન, બોલ બાકી)
• ફરી બોલ: તેણે ફરીથી વાઈડ બોલ ફેંક્યો. (૧ રન, બોલ બાકી)
• ફરી બોલ: ત્રીજી વાર તેણે નો બોલ ફેંક્યો. શેફર્ડે આ બોલ પર છગ્ગો ફટકાર્યો. (૭ રન, બોલ બાકી)
• ફ્રી હિટ: થોમસે સતત બીજો નો બોલ ફેંક્યો અને ફ્રી હિટ પર શેફર્ડે ફરી એક છગ્ગો ફટકાર્યો. (૭ રન, બોલ બાકી)
• અસલી બોલ: આખરે, થોમસે એક કાયદેસરનો બોલ ફેંક્યો અને તેના પર પણ શેફર્ડે જોરદાર છગ્ગો ફટકાર્યો. (૬ રન)
આમ, એક જ બોલ પર કુલ ૨૨ રન બન્યા! શેફર્ડની આ ઇનિંગ્સના કારણે ગયાનાની ટીમે ૨૦૨ રનનો વિશાળ સ્કોર બનાવ્યો.
સામસામેની ટક્કર અને ઓગસ્ટની તોફાની ઇનિંગ્સ
ગયાનાના રોમારિયો શેફર્ડે ૩૪ બોલમાં અણનમ ૭૩ રન ફટકાર્યા હતા. જવાબમાં, સેન્ટ લુસિયા કિંગ્સના બેટ્સમેન અકીમ ઓગસ્ટે માત્ર ૧૯ બોલમાં સીપીએલ ૨૦૨૫ ની સૌથી ઝડપી અડધી સદી ફટકારીને ટીમને જીત અપાવી. ઓગસ્ટે ૭૩ રન બનાવ્યા અને ટીમે ૧૮.૧ ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું. આ જીતથી સેન્ટ લુસિયા કિંગ્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
