તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
વડોદરામાં ગણપતિ સ્થાપન સમયે ઇંડા ફેંકી વાતાવરણ કલુષિત કરવાના પ્રયાસો નિષ્ફળ
પોલીસ કમિશનર નરસિંહમા કોમાર જાતે મેદાને પડયા, ક્રાઈમ બ્રાન્ચ વડા લીના પાટિલના માર્ગદર્શનમાં શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટેકિનકલ સર્વેલેન્સ અને બાતમીદારો મારફત એક સગીર સહિત ત્રણ વિધર્મી આરોપી ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયા બધા મિત્રો દ્વારા આ કળત્ય ટીખળ ખાતર કર્યાનું ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ આર.જી. જાડેજા સહિતના અધિકારીઓની આકરી પૂછપરછમાં રટણ, પોલીસ મૂળ સુધી પહોંચવા માગે છે, પોલીસ કમિશનર સહિતની ટીમની કુનેહ પર ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી આફ્રિન, તમામને બિરદાવ્યા કોમી સંવેદનશીલતા માટે કૂવિખ્યાત આ ઘટનાના પ્રત્યાઘાતો ઊંડા ન પડે તે માટે સીપી સામેથી પત્રકારોને મળી, આરોપી ઓળખાઈ ગયા છે, તુરંત પકડાઈ જશે તેમ જણાવી પ્રેસનો સહકાર માંગતા, પ્રેસે પણ અખબારી ધર્મ નિભાવ્યો

રાજકોટ, તા.ર૭: વર્ષો જૂના અને લેટેસ્ટ ib રિપોર્ટમાં જે મહાનગરને કોમો સંવેદનશીલતા માટે ઘણી વિગતો સામેલ કરી સાવચેતી માટે લાલ લાઈટ દર્શાવી છે તેવા આ શહેરમાં ગણપતિ બાપાના આગમન સમયે એક સગીર સહિત ત્રણ શખ્સો દ્વાર ઈંડા ફેકી વાતાવરણ ડહોળી નાખવાના પ્રયાસ વડોદરા શહેરના કાર્યદક્ષ પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર અને તેમની ક્રાઇમ બ્રાન્ચ ટીમે લોકો અને પ્રેસને વિશ્વાસમા રાખી નાકામિયાબ બનાવતા લોકો સાથે ગ્રહ મંત્રાલય દ્વારા સંતોષનો શ્વાસ લેવામાં આવ્યો છે.
આ ઘટના સાથે જ પોલીસ કમિશનર જાતે રોડ પર આવી આખા શહેર પોલીસ, બાતમીદારો અને ક્રાઈમ બ્રાન્ચ વડા લીના પાટિલના માર્ગદર્શનમાં ટેક્રિકલ સર્વેલેન્સ સાથે ક્રાઈમ બ્રાન્ચ મેદાને પડી હતી. અને ત્રણ વિધર્મી લોકોને ગણતરીના કલાકોમાં ઝડપી લેતા ગ્રહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વાર પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર સહિતની ટીમને અભિનદન આપેલ.
અત્રે એ યાદ રહે કે આ ઘટના પછી તુરંત પોલીસ કમિશનર નરસિંહમા કોમાર પત્રકારોથી દૂર ભગવાને બદલે સામેથી મળ્યા અને આરોપી ઓળખાઈ ગયા છે, તુર્ત માહિતી આપીશું. આ સાથે વાતાવરણ કલુસીત બને તેવા કોઈ સમાચાર પ્રસારિત ન કરવા સહકાર માંગેલ પત્રકારોએ પણ પોલીસ કમિશનરને સાથ સહકાર આપવા ખાતરી આપેલ. એક સગીર સહિત ત્રણ વિધર્મી લોકોએ બધા મિત્રો દ્વારા ટીખળ ખાતર આવું કર્યાનું રટણ કરેલ, પરંતુ પોલીસ કમિશનર દ્વાર આ મામલમાં ઉંડી તપાસ કરવા આદેશ આપતા ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ આર જી જાડેજા ટીમે આગવી ઢબે સરભરા કરી ઇરાદો જાણવા પ્રયાસ કરેલ છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
