તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
દારૂની દુકાનમાં વાંદરી ઘૂસીઃ પીને ટલ્લી થઈ થઈ
ઝારખંડના રાંચીની એક દારૂની દુકાનમાં વાંદરી દારૂની બોટલોના બોક્સ પર સૂતી જોવા મળતાં વિડિયો વાઇરલ

રાંચી,તા.૨૮: એક વાંદરી દારૂની દુકાનમાં ટલ્લી થઈને પડી હોય એવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ઘટના ઝારખંડના રાંચીમાં આવેલી એક દારૂની દુકાનની છે. એમાં એક વાંદરી દારૂની બોટલોના બોક્સ પર આરામથી પડેલી જોવા મળે છે. એવું લાગી રહ્યું છે કે એણે નશો કરી લીધો છે. દુકાન ખુલ્લી હતી ત્યારે જ એક વાંદરી ધીમે-ધીમે કરીને દુકાનમાં ઘૂસી હતી અને પછી એક બોક્સ પર આરામથી સૂઈ ગઈ હતી. કોઈએ એને દારૂ પીતાં જોઈ નહોતી, પરંતુ દાવો થઈ રહ્યો છે કે દારૂના નશાને કારણે જ ધુત થઈને સૂઈ ગઈ હતી. લોકોએ એને ભગાવવાની ખૂબ કોશિશ કરી પણ બહેનબા ટસની મસ થઈ નહોતી રહી.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
