<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

રાજકોટમાં લીંબુના ભાવમાં ખટાશ :અચાનક મોટો ઉછાળો: એક કિલો લીંબુનો ભાવ 400 સુધી પહોંચ્યો

દોઢ મહિના પહેલા જે લીંબુ રૂ.80 પ્રતિ કિલોના ભાવે વેચાતા લીંબુના ભાવમાં ભાવમાં હવે અનેક ગણો વધારો થયો

રાજકોટના શાકભાજી બજારમાં લીંબુના ભાવમાં અચાનક મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલ બજારમાં એક કિલો લીંબુનો ભાવ રૂ.400 સુધી પહોંચી ગયો છે. ખાસ વાત એ છે કે દોઢ મહિના પહેલા જે લીંબુ રૂ.80 પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા, તેના ભાવમાં હવે અનેક ગણો વધારો થયો છે. લીંબુના ભાવમાં થયેલા આ ઉછાળાને કારણે ગ્રાહકોના બજેટ પર સીધી અસર પડી રહી છે.

 

રાજકોટમાં દોઢ મહિના પહેલા એક કિલો લીંબુનો ભાવ આશરે રૂ.80 હતો. જોકે હવે એ જ લીંબુ માટે ગ્રાહકોએ પ્રતિ કિલો રૂ.400 સુધી ચૂકવવા પડી રહ્યા છે. એટલે કે ટૂંકા સમયગાળામાં લીંબુના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. શાકભાજી બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો માટે લીંબુ હવે મોંઘી વસ્તુ બની ગયું છે.

 

વેપારીઓના જણાવ્યા મુજબ લીંબુની માગમાં વધારો થયો છે, જ્યારે બજારમાં માલની અછત જોવા મળી રહી છે. માગ અને ઉપલબ્ધતા વચ્ચેના આ તફાવતને પગલે છેલ્લા 15 દિવસમાં લીંબુના ભાવમાં તોતિંગ ઉછાળો આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

 

લીંબુનો ઉપયોગ સામાન્ય રીતે રોજિંદા ભોજનમાં થતો હોવાથી ભાવ વધારાની સીધી અસર ગ્રાહકો પર પડી રહી છે. રૂ.400 પ્રતિ કિલોના ભાવે લીંબુ મળતાં હવે ગ્રાહકોને ખરીદી કરતી વખતે વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે. લીંબુની વધતી કિંમત હાલ રાજકોટના શાકભાજી બજારમાં ચર્ચાનો વિષય બની છે.

હાલની સ્થિતિને જોતા દિવાળી સુધી લીંબુના ભાવમાં ઘટાડો થવાની શક્યતા ઓછી હોવાનું વેપારી વર્તુળમાંથી જણાવાઈ રહ્યું છે. જોકે નવા ફાલની આવક શરૂ થયા બાદ બજારમાં લીંબુનો પુરવઠો વધે તો ભાવમાં ઘટાડો થઈ શકે છે.

(1:11 PM IST)