તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
ટ્રાફિક ચલણ ન ભરનારાઓ પર સુપ્રીમ કોર્ટની આકરી ચાબુક: દંડની રકમ વીજળીના બિલમાં ઉમેરી દેવા આપ્યું સણસણતું સૂચન!
દેશભરમાં ₹૨૦,૦૦૦ કરોડના ઈ-ચલણ વસૂલવાના બાકી: જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે દંડ વસૂલવા માટે રજૂ કર્યા ૧૦ કડક ઉપાયો.

નવી દિલ્હી : ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બાદ ઈ-ચલણ ફાટવા છતાં દંડ ભરવામાં બેદરકારી દાખવતા વાહનચાલકો સામે સુપ્રીમ કોર્ટે અત્યંત સખત વલણ અપનાવ્યું છે. કોર્ટે એક સણસણતું સૂચન આપતા કહ્યું છે કે, જો લોકો ટ્રાફિક ચલણ ન ચૂકવતા હોય તો તે રકમ તેમના વીજળીના બિલ સાથે જોડી દેવી જોઈએ! વીજળીનું બિલ ન ભરાય તો કનેક્શન કાપી નાખવામાં આવતું હોવાથી લોકો મજબૂરીમાં પણ ટ્રાફિક દંડ ભરી દેશે.
જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે માત્ર લાખો ઈ-ચલણ ઇશ્યૂ કરવાથી ટ્રાફિક સુધરશે નહીં, પણ તેની વસૂલાત થવી જરૂરી છે. અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ₹૪૫,૦૦૦ કરોડના ઈ-ચલણમાંથી માત્ર ₹૨૫,૦૦૦ કરોડ જ વસૂલાયા છે, જ્યારે ₹૨૦,૦૦૦ કરોડની જંગી રકમ હજુ પણ બાકી બોલે છે. આ માટે અધિકારીઓએ જમીની સ્તર પર આવીને નક્કર કારવાઈ કરવાની જરૂર છે.
સુપ્રીમ કોર્ટે બાકી ચલણ ધરાવતા વાહનો માટે ૧૦ કડક સૂચનો આપ્યા છે. જેમાં ચલણ ન ભરાય ત્યાં સુધી વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) રિન્યુ ન કરવું, ડુપ્લિકેટ RC કે ફિટનેસ સર્ટિફિકેટ ન આપવું, અને વાહનની માલિકી ટ્રાન્સફર કરવા પર રોક લગાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આવા વાહનોને પરિવહન પોર્ટલ પર બ્લેકલિસ્ટ કરવા, ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલ અટકાવવું કે સસ્પેન્ડ કરવું, PUC સર્ટિફિકેટ બંધ કરવું અને રોડ પર રેન્ડમ ચેકિંગ દરમિયાન પેન્ડિંગ ચલણ વાળા વાહનોને સીધા જ જપ્ત કરવા જેવી કડક ભલામણો કરવામાં આવી છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
