તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા ઊભા કરાયેલ જૂઠાણાંઓનો પર્દાફાશઃ જગદીશ વિશ્વકર્મા
ચૂંટણી પંચના સ્પષ્ટીકરણથી એસઆઇઆર અને દેશની સ્વાયત્ત બંધારણીય સંસ્થા ચૂંટણી પંચ અંગે : દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોના સંયુક્ત પ્રેસ નિવેદન દ્વારા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છેઃ રાહુલ ગાંધી અને કોંગ્રેસ જૂઠાણાની ફેક્ટરી બની ચૂકયા છે, સુનિયોજિત ષડયંત્ર હેઠળ ફેક નેરેટિવ બનાવીને લોકોને ગેરમાર્ગે દોરવા એ જ કોંગ્રેસ અને તેની ઇકોસિસ્ટમ્સનું મુખ્ય કામ બની ગયું છે

(કેતન ખત્રી દ્વારા)અમદાવાદઃ ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી દેશની સ્વાયત્ત બંધારણીય સંસ્થા ચૂંટણી પંચ સામે એક તથ્યહીન લેખને આધાર બનાવી બેબુનિયાદ સવાલો ઉઠાવી રાહુલ ગાંધી સહિત વિપક્ષ દ્વારા દેશના નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો અને જૂઠાણાં ફેલાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હતો.
પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી વિશ્વકર્માએ કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોએ સંયુક્ત પ્રેસ રિલીઝ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે ‘‘એસઆઇઆર'' સંબંધિત તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા અને તેમની વચ્ચે કોઈ મતભેદ નથી. મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના ફોર્મ-૬ના મૂળ સ્વરૂપમાં એસઆઇઆર દરમિયાન કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટે એસઆઇઆર દરમિયાન મતદારોની ચકાસણી માટેની દસ્તાવેજી પ્રક્રિયાને માન્ય રાખી છે. તેમજ ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે ફોર્મ-૬ સાથે લેવામાં આવતી ડેકલેરેશન એટલે કે તેમાં અરજદાર પોતે/માતા-પિતા/દાદા-દાદી અગાઉની એસઆઇઆરની મતદાર યાદીમાં હતા કે નહીં તે અંગે વિગતો આપવાની વ્યવસ્થાને પણ સુપ્રીમ કોર્ટે માન્યતા આપી છે.
શ્રી વિશ્વકર્માએ કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોના સંયુક્ત પ્રેસ નિવેદન દ્વારા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. કોંગ્રેસે ચૂંટણી કમિશનરો પર આંતરિક મતભેદનો જે આક્ષેપ કર્યો હતો તે સંપૂર્ણપણે મનઘડત સાબિત થયો છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ જૂઠાણાની ફેક્ટરી બની ચૂકયા છે. સુનિયોજિત ષડયંત્ર હેઠળ ફેક નેરેટિવ બનાવીને લોકોને ગેરમાર્ગે દોરવા એ જ કોંગ્રેસ અને તેની ઇકોસિસ્ટમનું મુખ્ય કામ બની ગયું છે. જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલી કોંગ્રેસ પહેલા પોતાની હારનું ઠીકરું ઇવીએમ પર ફોડતી, પછી એસઆઇઆરને દોષ દીધો ને હવે ચૂંટણી પંચ ઉપર નિરાધાર-ખોટા આક્ષેપો કરી રહી છે.
તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાસે હવે જનતાની વચ્ચે જવાનો મુદ્દો નથી, એટલે હાર ન પચાવી શકનારી કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને નિશાન બનાવી ફેક નેરેટિવ ઊભો કરવામાં આવી રહ્યો છે. જ્યાં જનાદેશ કોંગ્રેસની તરફેણમાં આવે ત્યાં લોકશાહીનો વિજય અને જ્યાં જનાદેશ ભાજપની તરફેણમાં આવે ત્યાં ‘વોટ ચોરી' આ બેવડા ધોરણો જનતા સારી રીતે ઓળખે છે. દેશની જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો લાંબા સમય સુધી ચાલી શકતા નથી. તથ્યો સામે ફેક નેરેટિવ આયુષ્ય બહુ ટૂંકું હોય છે. કોંગ્રેસ પાસે જનતા માટે કોઈ નક્કર એજન્ડા કે મુદ્દો ન હોવાથી તે માત્ર નકારાત્મક રાજનીતિ અને અફવાઓની રાજનીતિ પૂરતી મર્યાદિત બની ગઈ છે. કોંગ્રેસના જૂઠાણાંઓનો ભાંડો હવે દેશની જનતા સમક્ષ ફૂટી ગયો છે.
શ્રી વિશ્વકર્માએ પત્રકારોને વિશેષમાં જણાવ્યું કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં ભારત આજે સમગ્ર વિશ્વનું નેતળત્વ કરવા સક્ષમ બન્યું છે અને વિશ્વના તમામ દેશોએ પણ ભારતના નેતળત્વનો સ્વીકાર કર્યો છે. તમામ ક્ષેત્રોમાં ભારત વિશ્વમાં મહત્વનું સ્થાન ધરાવતું થયું છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ દેશની પારદર્શી અને મજબૂત લોકતાંત્રિક પ્રક્રિયા પર બેબુનિયાદ સવાલો ઉઠાવીને વૈશ્વિક સ્તરે ભારતની છબીને ડાઘ લગાડવાના દુર્ભાગ્યપૂર્ણ પ્રયાસો કરી રહી છે. પરંતુ દેશની યુવાશક્તિ, નારીશક્તિ, અન્નદાતા સહિત દેશના નાગરિકોને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર અને દેશના લોકતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો હોવાનું ભાજપના પ્રદેશ પ્રમુખએ જણાવ્યાનું ભાજપાપ્રદેશ મીડિયા ઇન્ચાર્જ શ્રી પ્રશાંત વાળાની પ્રેસ યાદીમાં જણાવ્યું છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
