<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

અંબાલામાં ત્રણ માળની ઈમારત ધરાશાયીઃ ૬ લોકોના મોત

ઘટનાસ્‍થળે NDRF અને SDRFની ટીમો બચાવ કામગીરીમાં

અંબાલા તા.૨૮: અંબાલાના ધુલકોટ વિસ્‍તારમાં નિર્માણાધીન ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક મજૂરો દબાઈ ગયા હતા. રાહત બચાવ કામગીરી દરમિયાન વધુ એક મૃતદેહ મળતા મૃતકોની સંખ્‍યામાં ૬ પર પહોંચી છે. સીએમઓ (CMO) એ આ વિગતોની પુષ્ટિ કરી છે. ઘટનાસ્‍થળે NDRF અને SDRFની ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે અને થ્‍ઘ્‍ગ્‍ મશીનોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.

ધુલકોટમાં ત્રણ માળની ઈમારતનું બાંધકામ ચાલી રહ્યું હતું, ત્‍યારે માળખાનો એક ભાગ અચાનક ધરાશાયી થયો, જેનાથી નીચે કામ કરતા મજૂરો દબાઈ ગયા. તરત જ અફરાતફરી મચી ગઈ અને લોકો મદદ માટે દોડી આવ્‍યા. ઘટનાસ્‍થળે JCB મશીન બોલાવવામાં આવ્‍યું અને ઝડપથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને પોલીસ તથા ફાયર વિભાગની ટીમો ઘટનાસ્‍થળે પહોંચી ગઈ છે.

આ દુર્ઘટનામાં કુલ ૧૭ દર્દીઓને દાખલ કરવામાં આવ્‍યા છે, જેમાંથી પાંચ મૃત્‍યુ પામ્‍યા હતા, અને બાકીનાની અમારા દ્વારા યોગ્‍ય સારવાર કરવામાં આવી રહી છે...

ડાયલ ૧૧૨ના અધિકારીના જણાવ્‍યા અનુસાર, તેમને ઈમારત ધરાશાયી થયાની માહિતી મળી હતી અને તેઓ ઘટનાસ્‍થળે પહોંચ્‍યા, ત્‍યારે ઘણા મજૂરો દબાયેલા જોવા મળ્‍યા હતા. JCBની મદદથી એક મજૂરને બચાવીને હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યો હતો. એક પ્રત્‍યક્ષદર્શીએ ઘટનાની વિગતો આપતા જણાવ્‍યું કે, દિવાલો માત્ર ૪ ઇંચની જાડાઈની બનાવવામાં આવી હતી. વધુમાં કોંક્રિટ સ્‍લેબને મજબૂત થવા માટે પૂરતો સમય આપવામાં આવ્‍યો ન હતો. ત્રીજા માળનો સ્‍લેબ આજે જ નાખવામાં આવી રહ્યો હતો, જ્‍યારે માળખું હજુ કાચું હતું, જેના કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી

(9:50 AM IST)