તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
ચૂંટણી પંચની સ્વાયત્તતા અને પારદર્શિતા સામે પાયાવિહોણા આક્ષેપો કરી કોંગ્રેસ દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે : ભૂપેન્દ્રભાઈ પટેલ
SIR અંગે ત્રણેય ચૂંટણી કમિશનરોની સર્વસંમતિથી સ્પષ્ટ થયું કે પંચમાં મતભેદ હોવાના આક્ષેપો ખોટા છે : કોંગ્રેસ જનાદેશ પોતાની તરફેણમાં આવે ત્યારે લોકશાહીની જીત અને ભાજપા જીતે ત્યારે વોટ ચોરીના ગાણાં ગાય છે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગરઃ ગાંધીનગરના કોબા સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચૂંટણી પંચ પર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતમાં તટસ્થ અને પારદર્શી ચૂંટણી પ્રક્રિયા અમલમાં છે. પોતાના શાસનકાળ દરમિયાન ચૂંટણી પંચની સ્વાયત્તતા હણી લેનારા લોકો આજે બંધારણીય સંસ્થાઓ પર પાયાવિહોણા આક્ષેપો કરીને દેશની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોએ સ્પષ્ટ કર્યું છે કે SIR (સ્પેશિયલ સમરી રિવિઝન) અંગેના તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા. આ સ્પષ્ટતાથી ચૂંટણી પંચમાં અંતર્ગત મતભેદ હોવાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના આક્ષેપો સદંતર ખોટા સાબિત થયા છે. દરેક પાત્ર નાગરિકનું નામ મતદાર યાદીમાં નોંધાયેલું રહે તે સુનિ?તિ કરવા સુપ્રીમ કોર્ટે પણ Form-6 ને યોગ્ય ઠેરવ્યું છે.
કોંગ્રેસના બેવડા ધોરણો પર પ્રહાર કરતાં તેમણે ઉમેર્યું કે, જ્યારે પરિણામો કોંગ્રેસની તરફેણમાં આવે છે ત્યારે તેઓ લોકશાહીનો વિજય ગણાવે છે અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં ભાજપા વિજયી બને છે ત્યારે ‘વોટ ચોરી' ના જુઠ્ઠા આક્ષેપો કરે છે. કેરળમાં SIR પ્રક્રિયાને લીધે જીત મળી હોવાનું સ્વીકારતી કોંગ્રેસ અન્ય રાજ્યોમાં તેનો વિરોધ કરે છે, જે તેમનું બેવડું વલણ છતું કરે છે. સુપ્રીમ કોર્ટે પણ કોંગ્રેસ, CPM અને TMC સહિતના પક્ષોની રજૂઆતો સાંભળ્યા બાદ SIR પ્રક્રિયાને યોગ્ય ગણાવી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં દેશનો ગ્રોથ રેટ ૭.૮ ટકા થયો છે અને ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશવાસીઓ ‘સેવા સંકલ્પ અભિયાન' ઉજવી રહ્યા છે. વિપક્ષો વડાપ્રધાનની લોકપ્રિયતા અને ભારતની વૈશ્વિક છબીને પચાવી શકતા નથી. પોતાના અસ્તિત્વના સંકટથી ઘેરાયેલી કોંગ્રેસ બંધારણીય સંસ્થાઓને બદનામ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની પ્રતિષ્ઠા ખરડવાનું હીન કળત્ય કરી રહી છે, પરંતુ દેશની ૧૪૦ કરોડ જનતા તેમની આ ચાલને કયારેય સફળ થવા દેશે નહીં.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
