તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Monday, 28th September 2026
મધ્ય પ્રદેશની સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરના આપઘાત કેસમાં ચોંકાવનારો વળાંક: પંજાબી પ્રેમી પર ગંભીર આક્ષેપો બાદ મોબાઈલ સ્વિચ ઓફ કરી ગાયબ!
મૃતક નિધિ તિવારીની માતાનો ચોંકાવનારો ખુલાસો: પરિણીત પ્રેમી સોનુ સિંહ સતત શંકા કરી માનસિક ત્રાસ આપતો હતો, અંતિમ સ્ટેટસમાં લખ્યું- "પોતાની જાતને પ્રેમ કરો, બીજાને નહીં".

ભોપાલ : મધ્ય પ્રદેશના સિંગરૌલીમાં જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર નિધિ તિવારીના રહસ્યમય આપઘાત કેસમાં દરરોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હવે પોલીસ તપાસનો મુખ્ય મોરચો નિધિના કથિત પ્રેમી સોનુ સિંહ તરફ વળ્યો છે. પંજાબનો વતની અને આઉટસોર્સિંગ એન્જિનિયર તરીકે કામ કરતો સોનુ સિંહ ઘટના બાદથી જ પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને અચાનક ગાયબ થઈ ગયો છે. બનાવ અંગે મૃતક નિધિના પરિવારે સોનુ સિંહ પર જ ગંભીર આક્ષેપો કરીને તેને આત્મહત્યા માટે સીધો જવાબદાર ગણાવ્યો છે.
મૃતકની માતા હેમલતા તિવારીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, નિધિ હોટેલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી અને સમગ્ર ઘરની આર્થિક જવાબદારી એકલી ઉપાડતી હતી. ત્યાં તેની મુલાકાત સોનુ સિંહ સાથે થઈ હતી. પરિણીત અને બે બાળકોનો પિતા હોવા છતાં સોનુએ નિધિ સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. તે નિધિ પર ખોટી શંકા રાખીને સતત નજર રાખતો અને માનસિક દબાણ બનાવતો હતો. બનાવના દિવસે નિધિ પોતાના રૂમમાં હતી ત્યારે જ સોનુએ તેની માતાને ફોન કરીને કહ્યું હતું કે "આન્ટી જલ્દી ઉપર જાઓ, નિધિ ફાંસી લગાવી રહી છે." પરિવારજનોએ દરવાજો તોડીને જોયું તો નિધિ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી અને હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરાઈ હતી.
આ સમગ્ર ઘટનામાં નિધિએ મૃત્યુ પહેલા સોશિયલ મીડિયા પર મૂકેલું અંતિમ સ્ટેટસ પોલીસ તપાસ માટે મહત્વની કડી બન્યું છે. તેણે પોતાની દર્દનાક પોસ્ટમાં લખ્યું હતું કે, "આ અધૂરા દિલને કોઈએ પૂરું ન કર્યું, મેં જાતે જ પૂરું કરી લીધું. એટલે જ કહેવાય છે કે પોતાનાથી પ્રેમ કરો, બીજા કોઈથી નહીં. પોતાની જાતને પોતાનામાં જ શોધો..." આ પંક્તિઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે માનસિક રીતે અત્યંત ભાંગી પડી હતી. હાલ પોલીસે ફરાર સોનુ સિંહને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
