તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Monday, 28th September 2026
તળાજાના સરતાનપર ના દરિયામાંથી યુવાનની નિર્વસ્ત્ર હાલતે લાશ મળી

(મેઘના વિપુલ હિરાણીઃ ભાવનગર તા.૨૮: તળાજા ના સરતાનપર બંદર ગામ નજીકના દરિયામાં એકમાનવ લાશ અહીં ફરજ બજાવતા સાગર રક્ષક દળના જવાનને મળી હતી. મરીન પોલીસે કબજો લઈને ભાવનગર કોલ્ડ સ્ટોરેજમા હાલ મુકાવી હોવાનું જણાવ્યું હતુ. મળતકની ઓળખ થઈનથી.
સરતાનપર દરિયા કિનારે SRD જવાનો ફરજ બજાવતા હતા.પાણીની અંદર આ સમયે માછીમારો એ બાંધેલ જાળમા એક માનવ લાશ જોવા મળતા તેઓએ લાશને બહાર કાઢીહતી.મળતક યુવાનવય નો કાળી દાઢી ધરાવતો હોવાનું સાથે નિર્વષા હોવાનું જોવા મળ્યુંહતું.
બનાવને લઈ અલંગ મરીન પો.સ.ઇ ગુર્જર એ જણાવ્યું હતુ કે લાશનો કબજો લઈ ભાવનગર કોલ્ડ સ્ટોરેજમાં મુકાવેલ છે.મળતકની ઓળખ અને તેના પરિવાર જનોસુધી પહોંચવા માટે કાર્યવાહી ચાલુછે. જરૂર પડ્યે મળત્યુ નું સાચું કારણ જાણવા માટે ફોરેન્સિક પી.એમ કરાવવામા આવશે.પોલીસ ની દ્રષ્ટિએ પીઠ પાછળ ના લાલ કલરના ચામઠા દરિયાના પથ્થર નો હોઈશકે છે.બીજી તરફ નઝરે જોનાર ના મંતવ્ય પ્રમાણે પટ્ટામારવામાં આવ્યા હોવાની શંકા દર્શાવીરહ્યા છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
