તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
સણોસરા લોકભારતી વિશ્વવિદ્યાલયના દ્વિતીય દીક્ષાંત સમારોહમાં પૂ. મોરારિબાપુ આપશે આશીર્વચન : ગાંધી જયંતી પર્વે યોજાશે કાર્યક્રમ
સુપ્રસિદ્ધ સાહિત્યકાર રઘુવીર ચૌધરી આપશે મુખ્ય દીક્ષાંત ઉદ્બોધન : યુનિવર્સિટી પરિવાર દ્વારા આયોજનની તૈયારીઓ આખરી ઓપમાં

ઈશ્વરિયા: ગોહિલવાડની સુપ્રસિદ્ધ અને અગ્રણી કેળવણી સંસ્થા સણોસરા સ્થિત લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ખાતે આગામી શુક્રવાર, તારીખ ૨ ઓક્ટોબર 'ગાંધી જયંતી'ના પવિત્ર પર્વે લોકભારતી વિશ્વવિદ્યાલય (લોકભારતી યુનિવર્સિટી ફોર રુરલ ઈનોવેશન) ના દ્વિતીય દીક્ષાંત સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ગૌરવપૂર્ણ પ્રસંગે પ્રખ્યાત રામકથાકાર પૂ. મોરારિબાપુ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પોતાના આશીર્વચન પાઠવશે.
ગાંધી જયંતી પર્વે આયોજિત આ દીક્ષાંત સમારોહમાં દેશના મુરધન્ય સાહિત્યકાર રઘુવીર ચૌધરી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને દીક્ષાંત ઉદ્બોધન આપશે.
લોકભારતી વિશ્વવિદ્યાલયના આ દ્વિતીય દીક્ષાંત સમારોહને સફળ બનાવવા માટે સંસ્થાના નિયામક, કુલસચિવ, વ્યવસ્થાપક મંડળના સભ્યો, તમામ કાર્યકર્તાઓ તેમજ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર તૈયારીઓમાં જોડાઈ ગયા છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
