<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ 11 વર્ષ બાદ અમેરિકા પહોંચ્યા :ટ્રમ્પ પ્રોટોકલ તોડી એરપોર્ટ લેવા આવ્યા

ટ્રમ્પ પ્રોટોકોલ તોડી પોતે જોઈન્ટ બેઝ એન્ડ્રયૂઝ એરપોર્ટ પર પહોંચી તેમનું સ્વાગત કર્યું :ટ્રમ્પની સાથે ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પણ હાજર

ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ 11 વર્ષ બાદ અમેરિકા પહોંચ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી પોતે જોઈન્ટ બેઝ એન્ડ્રયૂઝ એરપોર્ટ પર પહોંચી તેમનું સ્વાગત કર્યું હતું. ટ્રમ્પની સાથે ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પણ હાજર રહી હતી. શી જિનપિંગ સાથે તેમની પત્ની પેંગ લિયુઆન પણ હતી. 

સામાન્ય રીતે વિદેશી નેતાનાં સ્વાગત માટે અમેરિકન રાષ્ટ્રપતિ સીધા એરપોર્ટ જતા નથી. વ્હાઈટ હાઉસમાં આજે રાતે શી જિનપિંગ અને તેમની પત્ની પેંગ લિયુઆનનાં સન્માનમાં રાજકીય ભોજનનું આયોજન કરવામાં આવશે. જે પછી ટ્રમ્પ-જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. જેમાં વેપાર, ટેરિફ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), તાઈવાન અને રશિયા સંબંધિત મુદ્દાઓ સામેલ થઈ શકે છે.  
એક્સપર્ટ્સ અનુસાર, જિનપિંગ અમેરિકા સાથે સંબંધો બગાડવાથી બચવા માટે ટ્રમ્પ સાથે સીધી વાતચીત ચાલુ રાખવા માગે છે. ગુરુવારે તેમની મુલાકાત એક વર્ષથી ઓછા સમયમાં બંને નેતાઓની ત્રીજી મુલાકાત રહેશે. આ બેઠકોમાં અત્યારસુધી કોઈ મોટી સમજૂતી નથી થઈ. પરંતુ બંને નેતાઓ વાતચીત ચાલુ રાખશે. આ વર્ષે 2 વધુ પ્રસંગે બંને નેતાઓ ફરી મળી શકે છે. નવેમ્બરમાં ચીનનાં શેનજેનમાં APEC સમિટ અને ડિસેમ્બરમાં અમેરિકાના મિયામીમાં  G20 સમિટ દરમિયાન પણ બંને મળી શકે છે. APEC સમિટમાં ટ્રમ્પ, જિનપિંગ અને પુતિન વચ્ચે ત્રિપક્ષીય બેઠક પણ થઈ શકે છે. 

(11:31 PM IST)