તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
જયાકિશોરીજી રાજકોટમાં : ત્રણ દિ' ‘સનાતન યુવા કથા'
યુવા પેઢીને ઇશ્વરના આદી બનાવવા, તેમને ધર્મ તરફ વાળવા અને જીવનમાં અધ્યાત્મિકતાનું મહત્વ સમજાવવા આયોજન : જયા કિશોરીજીએ માત્ર ૭ વર્ષની વયે જ પોતાની આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરેલી, નાનપણમાં જ શિવતાંડવસ્ત્રોત, લિંગાષ્ટકમ, શિવ પંચાક્ષર સ્તોત્રમ સહિત વિવિધ આધ્યાત્મિક ગીતોમાં નિપુણતા મેળવી હતી

રાજકોટ : આપણાં રંગીલા રાજકોટની પુણ્યશાળી ધરાને વધુ પાવન કરવા રેસકોર્ષના મેદાનમાં તા. ૨૮, ૨૯, અને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સાંજના ૭.૩૦ થી ૧૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સોમવાર, મંગળવાર અને બુધવારના ત્રણ દિવસો માટે આપણાં સનાતન હિન્દુ ધર્મના વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક પ્રવકતા અને સુપ્રસિદ્ધ યુવા કથાકાર પૂજ્ય શ્રી જયા કિશોરીજીના વ્યાસ સ્થાને ભવ્યાતિ ભવ્ય ‘સનાતન યુવા કથા'નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી જયા કિશોરીજીના મુખારવિંદેથી પ્રગટ થતી આ અમળતવાણીના અમૃતરસનું અમૃતપાન કરવા માટે કથાના આયોજક‘શ્રી સનાતન યુવા કથા સમિતિ' દ્વારા આ સનાતન ધાર્મિક ઉત્સવ, મહોત્સવ અને મેળાવડામાં હાજર રહેવા માટે તમામ ભક્તો, ભાવિકો, દર્શર્નાર્થીઓ, શ્રદ્ધાળુઓ, ભાવિકો અનુયાયીઓ, ફોલોઅરો, શ્રોતાજનો તેમજ મુલાકાતીઓને આમંત્રણ અપાયું છે.
ખાસ કરીને આપણાં રંગીલા રાજકોટની અને દુનિયાભરની 'Gen-Z-Generation' એટ્લે કે ઈ.સ. ૧૯૯૭ થી ૨૦૧૨ની વચ્ચે જન્મેલી અને સ્માર્ટફોન, સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ સાથે મોટી થયેલી આજની આધુનિક 'Gen-Z" યુવા પેઢીને ઈશ્વરના આદી બનાવવા, તેમને ધર્મ તરફ વળવા અને જીવનમાં અધ્યાત્મિકતાનું મહત્વ સમજાવવા માટે ખાસ આ સનાતન યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી જયા કિશોરીજી રાજકોટમાં પ્રથમ વખતજ આવી રહ્યા હોય, રાજકોટની પ્રજા તેમને દિલથી, મનથી અને વિવેકથી આવકારવા માટે અતિઉત્સુક છે.
શ્રી જયા કિશોરીજીની ધર્મ પ્રત્યેની ભાવના અને તેમનામાં રહેલી આલોકીક ચેતનાને કારણે તેઓ અધ્યાત્મિકાના જે પ્રવચનો આપે છે અને કથાઓ કરે છે તે સાંભળવા માટે લોકોની લાખોની સંખ્યામાં ભીડો જામે છે.
શ્રી જયા કિશોરીજી તેમના પ્રવચનોમાં ખાસ કરીને યુવા વર્ગને લગતી સમસ્યાઓને સમાવિષ્ટ કરીને તેમના ભણતર, વિકાસ, પ્રગતિ વિષેની વાતો કરીને પ્રભુ ભક્તિ વડે તેમનામાં સંસ્કારોનું જે સિંચન કરે છે તેને કારણે આજની આધુનિક યુવા પેઢીમાં તેમનો કોઈ સેલેબ્રિટી જેવો જબરો ક્રેઝ છે.
શ્રી જયા કિશોરીજીના સોશ્યિલ મીડિયાના પ્લેટફોર્મ ફેસબૂક પર દોઢ કરોડ તેમજ તેમના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ@iamjayakishori પર તેમના સવા કરોડથી વધારે ફોલોઅરો છે અને યુ ટયુબ પર તેમના બત્રીસ લાખથી વધુ સબ્સક્રાઇબર છે.
શ્રી જયા કિશોરીજીનો જન્મ ૧૩મી જુલાઈ ૧૯૯૫ના રોજ રાજસ્થાનના સુજાનગઢ ખાતે એક ગૌડ બ્રાહ્મણ પરિવારમાં જયા શર્મા તરીકે થયો હતો. તેમની એક બહેન છે જેનું નામ ચેતના શર્મા છે. તેમના માતાપિતા શિવ શંકર શર્મા અને ગીતા દેવી હરિતપાલે જયા કિશોરીને તેમના જન્મ સમયથીજ આધ્યાત્મિક વાર્તાઓ અને ધાર્મિક ઉપદેશો આપીને ઉછેર કર્યો હતો. આધ્યાત્મિકતા પ્રત્યેની તેમની આ બાળસહજ ભક્તિએ તેમને આ વિષયમાં વધુ રસ લેવા માટે પ્રેરણા આપી હતી. જેના કારણે તેમણે તેમની માત્ર સાત વર્ષની ઉંમરેજ તેમની આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરી હતી.
તેમનો પરિવાર કોલકાતા સ્થળાંતરિત થતાં તેઓ પヘમિ બંગાળના કોલકાતા ખાતે ઉછેરેલા છે જ્યાં તેમણે મહાદેવી બિરલા વર્લ્ડ એકેડેમીમાંથી તેમનું ધોરણ ૧૨ એટ્લે કે ઇન્ટરમીડીએટ સુધીનું શાળાકીય શિક્ષણ પૂરું કર્યું હતું અને ત્યારબાદ તેમણે કોલકાતાની સંસ્થાઓમાંથી દૂરસ્થ શિક્ષણ/ઓપન સ્કૂલિંગ દ્વારા વાણિજ્ય(બી.કોમ) ઓનર્સમાં વિશેષતા સાથે બી.કોમ.ની ડિગ્રી મેળવી હતી. જેથી કરીને તેઓ તેમના કોલેજ શિક્ષણ, આધ્યાત્મિક અને પ્રચાર પ્રતિબદ્ધતાઓને સંતુલિત કરી શકે.
શ્રી જયા કિશોરીજીએ તેમની માત્ર સાત વર્ષની વયેજ પોતાની આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરી હતી. તેમણે તેમની માત્ર નવજ વર્ષની ઉમરથી ગાવાનું શરૂ કર્યું અને નાની ઉમરમાંજ તેમણે ‘‘લિંગાષ્ટકમ, શિવ તાંડવ સ્તોત્ર, મધુરાષ્ટકમ, શિવ પંચાક્ષર સ્તોત્રમ અને દારિદ્રાય દહન શિવ સ્તોત્રમ'' સહિત વિવિધ આધ્યાત્મિક ગીતોમાં નિપુણતા મેળવી હતી. તેમણે પોતાના ગુરુજી શ્રી ગોવિંદરામજી મિશ્રાના માર્ગદર્શન હેઠળ સુંદરકાંડ માર્ગ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને અન્ય ધાર્મિક ગ્રંથોનો પાઠ કરવાનું શરૂ કરેલુ અને આ શાષાોની તેમની ઊંડી સમજ અને જટિલ આધ્યાત્મિક ખ્યાલોને સરળ બનાવવાની તેમની ક્ષમતાએ ઝડપથી બધાનું ધ્યાન તેમની ખેંચ્યું.
જયાજીને ‘‘કિશોરી'' શીર્ષક તેમના ગુરુ ગોવિંદરામજી દ્વારા આપવામાં આવ્યું છે અને ત્યારથી તેઓ આજ નામ ધારણ કરીને તેમની આધ્યાત્મિક યાત્રામાં ખુબજ દૂર સુધી નીકળી ગયા છે. તેઓ તેમની ખૂબજ નાની ઉંમરથી ભગવાન કળષ્ણ પ્રત્યેની ઊંડી ભક્તિ તેમજ આત્માને ઉત્તેજિત કરનારા તેમના ભજનોને કારણે ‘‘આધુનિક યુગની મીરા'' તરીકે તેમના ભકતજનોમાં ખુબજ લોકપ્રિય છે. તેઓ ભગવાન શ્રીકળષ્ણના અનન્ય ભક્ત હોય તેમને ખાટુ શ્યામજીમાં ખુબજ શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ છે.
જયા કિશોરીજીએ ખૂબ જ નાની ઉંમરે જાહેરમાં બોલવાનું શરૂ કર્યું હતું. તેમની સાત દિવસની કથા ‘શ્રીમદ ભગવદ ગીતા' અને ત્રણ દિવસની ક્રાંતિકારી કથા ‘નાનીબાઈનો મામૈરો' એ તેમને વિશ્વ વ્યાપી ઓળખ અપાવી હતી. તેઓ એક પ્રખ્યાત ભારતીય આધ્યાત્મિક વક્તા, પ્રેરક વક્તા અને એક અદ્દભુત ભજન ગાયિકા છે, જેઓ ખૂબ જ સારું ગાય છે. તેમના લોકપ્રિય આલ્બમ્સમાં ‘શિવ સ્તોત્ર, મેરે કાન્હા કી, અને શ્યામ થારો ખાટુ પ્યારો' શામેલ છે.
જયા કિશોરીજીને આધ્યાત્મિકતા અને સંગીતમાં તેમના વિશિષ્ટ યોગદાનને કારણે તેમને ઘણા પુરસ્કારો મળ્યા છે. પ્રાચીન શાણપણ અને સમકાલીન જીવન વચ્ચેના અંતરને દૂર કરવાની તેમની વિશેષ આવડત અને ક્ષમતાને કારણે તેઓ જીવનના તમામ ક્ષેત્રોના લોકોમાં છવાઈ ગયેલા છે.
જયા કિશોરીજીની તેમની પોતાની યુટયુબ ચેનલ છે જેના પર ભક્તિમય પ્રવચનો, કીર્તનો, ભજનો અને પ્રેરક ભાષણોનો વિશાળ સંગ્રહ સંઘરાયેલો છે. આજે વિશ્વભરમાં તેમની ગણના ભારતના સૌથી યુવાન વયના લોકપ્રિય આધ્યાત્મિક યુટયુબર્સમાંના એક તરીકેની થાય છે. (એડવોકેટ નોટરી કમલ જારોલી)
(1:10 PM IST)










