તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
યુએન હેડક્વાર્ટર બહાર ગાજી ઉઠ્યા કાશ્મીરીઓઃ પીઓકેમાંથી પાકિસ્તાની સેનાને હટાવવાની પ્રચંડ માંગ
પીઓકેમાં માનવાધિકાર ઉલ્લંઘન સામે ન્યૂયોર્કમાં યુએન મુખ્યાલય બહાર વિરોધ પ્રદર્શન અને આંતરરાષ્ટ્રીય તપાસની માંગ

ન્યૂયોર્ક, તા. ર૮ : યુનાઇટેડ નેશન્સ જનરલ અસેમ્બલી (UNGA) ના હાઈ-લેવલ વીક વચ્ચે ન્યૂયોર્કમાં યુએન મુખ્યાલયની બહાર કાશ્મીરી નાગરિકોએ પાકિસ્તાન વિરુદ્ધ વિશાળ વિરોધ પ્રદર્શન યોજીને પાકિસ્તાની સુરક્ષા દળોને પીઓકે (PoK) માંથી તાત્કાલિક હટાવવાની જોરદાર માંગ કરી છે.
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં છેલ્લા કેટલાક મહિનાઓમાં સતત પ્રદર્શનો જોવા મળ્યા છે. આ દરમિયાન પાકિસ્તાની આર્મી અને સરકાર પર બળપૂર્વક આંદોલનનું દમન કરવાના આરોપો લાગ્યા છે. આ મુદ્દો હવે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મુખ્યાલયની બહાર રસ્તાઓ પર ગરમાયો છે.
UN જનરલ અસેમ્બલી વીક દરમિયાન ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટરની બહાર કાશ્મીરી લોકોએ વિરોધ પ્રદર્શનો કર્યા છે. આ લોકોએ ભ્ંધ્માં માનવાધિકારોના ઉલ્લંઘનના આરોપો લગાવતા આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી છે.
ન્યૂયોર્કમાં એકત્ર થયેલા પ્રદર્શનકારીઓએ ભ્ંધ્માં પ્રદર્શનકારીઓની હત્યાઓ, ધરપકડો અને લોકોને ગાયબ કરવામાં આવવાના મામલાઓ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે પાકિસ્તાની સુરક્ષા દળો અને સરકારના અધિકારીઓએ ભ્ંધ્માં માત્ર પ્રદર્શનકારીઓને જ નહીં પરંતુ બાળકો અને મહિલાઓને પણ પરેશાન કર્યા છે. આવી સ્થિતિમાં એક સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ જરૂરી છે જેથી દોષિતોની જવાબદારી નક્કી થઈ શકે.
દર્શનકારીઓએ ભ્ંધ્માંથી પાકિસ્તાની સુરક્ષા દળોને હટાવવાની માંગ ઉઠાવી છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી પાક સુરક્ષા દળો ભ્ંધ્માં તૈનાત છે, ત્યાં સુધી સ્થિતિ સામાન્ય થઈ શકશે નહીં. સુરક્ષા દળોની હાજરીમાં લોકો માટે નિર્ભયતાથી પોતાની વાત રજૂ કરવી પણ શકય નથી. આવી સ્થિતિમાં શ્ફ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે કાશ્મીરમાં સામાન્ય નાગરિકોના અધિકારો માટે પગલાં ભરવા જોઈએ.
ન્યૂયોર્કમાં આ પ્રદર્શન એવા સમયે થયું છે, જ્યારે શ્ફ જનરલ અસેમ્બલીના હાઈ-લેવલ વીક માટે દુનિયાભરના નેતાઓ, રાજદ્વારીઓ અને પ્રતિનિધિઓ અહીં એકત્ર થયા છે. શ્ફઞ્ખ્ એક મોટું વૈશ્વિક રાજદ્વારી મંચ છે. આવી સ્થિતિમાં ન્યૂયોર્કમાં પ્રદર્શનકારીઓના એકત્ર થવાથી દુનિયાનું ધ્યાન ભ્ંધ્ની સ્થિતિ તરફ દોરાયું છે. પ્રદર્શનકારીઓએ પોસ્ટર લહેરાવીને પોતાની માંગણીઓ રજૂ કરી છે.
કિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (ભ્ંધ્) લગભગ ચાર મહિનાથી ઉથલપાથલમાં છે. આ વર્ષે જૂનમાં ભ્ંધ્ વિધાનસભામાં શરણાર્થીઓ માટે બેઠકોના અનામત અને મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા. આ પ્રદર્શનોને પાકિસ્તાની સેના અને સરકારે દબાવવાનો પ્રયાસ કર્યો. તેનાથી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ.
PoKના લોકોની માંગ મોંઘવારી જેવા મુદ્દાઓથી આગળ વધીને આઝાદી સુધી પહોંચી ગઈ છે. તેનાથી ભ્ંધ્માં પાકિસ્તાનનો પડકાર વધી રહ્યો છે. ભ્ંધ્માં વિરોધ પ્રદર્શનોનું નેતળત્વ કરી રહેલી જ્વાઇન્ટ અવામી એક્શન કમિટી (JAAC) પાકિસ્તાનની શહબાઝ શરીફ સરકાર અને અસીમ મુનીરના નેતળત્વવાળી સેના સાથે ટકરાઈ રહી છે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
