તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
ઉજ્જૈનમાં શાહી મસ્જિદ મુદ્દે હોબાળો! પથ્થરમારોઃ ટિયર ગેસ
વહીવટીતંત્રે ઘટનાસ્થળે લગભગ ૨૦૦૦ પોલીસ જવાનોને તહેનાત કર્યા

ઉજ્જૈન તા.૨૮: ઉજ્જૈનમાં શાહી મસ્જિદના એક ભાગને હટાવવાની કાર્યવાહી સામે ભારે વિરોધ અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. મુસ્લિમ સમાજમાં આ મુદ્દે ૨ જૂથ બની ગયા છે, જેમાં એક જૂથ મસ્જિદનો ભાગ હટાવવાના પક્ષમાં છે, જ્યારે બીજું જૂથ તેનો વિરોધ કરી રહ્યું છે. સોમવારે મોટી સંખ્યામાં લોકો આ કાર્યવાહીનો વિરોધ કરતા જોવા મળ્યા હતા અને પોલીસ પર પથ્થરમારો થયાના અહેવાલો પણ સામે આવ્યા હતા.
છેલ્લા ૨ દિવસથી શાહી મસ્જિદને તોડી પાડવામાં આવશે તેવા અહેવાલો બાદ સ્થાનિક લોકો અને મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં મસ્જિદની બહાર એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રવિવારે રાત્રે ભારે પોલીસ બંદોબસ્ત સાથે થ્ઘ્ગ્ અને પોકલેન્ડ મશીનો ઘટનાસ્થળે પહોંચતાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ-વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.
સ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્રે ઘટનાસ્થળે લગભગ ૨૦૦૦ પોલીસ જવાનોને તહેનાત કર્યા છે અને મસ્જિદના ૫૦૦ મીટરના વિસ્તારમાં બેરિકેડિગ કરીને અવરજવર સંપૂર્ણપણે રોકી દેવામાં આવી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓ પણ આગળ જોવા મળી હતી.
પોલીસ અને વહીવટી અધિકારીઓ દ્વારા સમજાવટ બાદ ભીડ શાંત થઈ હતી. રાતભર ચાલેલા તણાવ બાદ એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે સોમવાર સવારથી સમાજના લોકો પોતે જ આગળ આવીને પરસ્પર સંમતિથી મસ્જિદનો વિવાદિત ભાગ હટાવવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે, પરંતુ એવું ન થયું અને સોમવારે પણ વિસ્તારમાં ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ દરમિયાન ગુસ્સે ભરાયેલી ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેના સિહસ્થને ધ્યાનમાં રાખીને કંઠાલ ચોકથી ગોપાલ મંદિર સુધીનો લગભગ ૯૦૦ મીટર લાંબો રસ્તો ૧૫ મીટર પહોળો કરવાનો છે. આ વિસ્તારમાં કુલ ૭ ધાર્મિક સ્થળો આવી રહ્યા હતા, જેમાંથી મોટા ભાગના સ્થળોને પરસ્પર સંમતિથી હટાવી દેવામાં આવ્યા છે. જોકે, ખડે હનુમાન મંદિરથી ગોપાલ મંદિર સુધીના વિસ્તારમાં એક મઝાર, ખડે હનુમાન મંદિર અને શાહી મસ્જિદને લઈને સ્થિતિ હજુ પણ ગંભીર બનેલી છે.
આ મામલે કાનૂની લડાઈ પણ ચાલી રહી છે. રસ્તા પહોળો કરવાની કામગીરીની ઝપેટમાં આવી રહેલી શાહી મસ્જિદને બચાવવા માટે મુસ્લિમ સમાજનું એક જૂથ ઈન્દોર હાઈકોર્ટ પહોંચ્યું છે, જ્યાં સોમવારે આ મામલે મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે.(૩૮.૨૭)
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
