<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

જયા કિશોરીજીની યુવા કથામાં ત્રણેય દિવસ રક્‍તદાન કેમ્‍પ

 

રાજકોટઃ હાલમાં સિવિલ હોસ્‍પિટલમાં તમામ પ્રકારનાં બ્‍લડ ગ્રુપની તાતી જરૂરીયાત છે ત્‍યારે શ્રી સનાતન યુવા કથા સમિતિરાજકોટ દ્વારા વિશ્વવિખ્‍યાત આધ્‍યાત્‍મિક કથાકાર જયા કિશોરીજીની ત્રિદિવસીય યુવા કથા દરમિયાન રાજકોટ સિવિલ હોસ્‍પિટલના જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્‍ડેશનના સહયોગથી રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, રાજ્‍કોટ ખાતે ત્રિદિવસીય રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ત્રણેય દિવસ રક્‍તદાન કેમ્‍પ યોજાશે.

રક્તદાતાઅોને બહોળી સંખ્યામાં રકતદાન કરી અમુલ્ય માનવ જીંદગીઅો બચાવવા રક્તદાન કેમ્પના આયોજક શ્રી સનાતન યુવા કથા સમિતિ - રાજકોટ તેમજ શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણીઍ આમંત્રણ પાઠવ્યું છે.

(2:35 PM IST)