તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
શંકર ચૌધરી રાજકોટ જિલ્લામાં: જામકંડોરણાના કાર્યક્રમમાં અધ્યક્ષ

રાજકોટ તા. ર૮ :.. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટ જિલ્લા સહકારી બેંક સહિત ૭ સહકારી સંસ્થાઓની સાધારણ સભા આજે બપોર બાદ કુમાર છાત્રાલય, કાલાવડ રોડ, જામકંડોરણા, મુકામે યોજાયેલ છે. આ સમારોહમાં તેઓ અધ્યક્ષ સ્થાને છે. સાધારણ સભાની સાથે સહકારી શ્રેષ્ઠીઓનું સન્માન, અકસ્માત વીમા ચેક વિતરણ, ઇનામ વિતરણ વગેરે કાર્યક્રમો યોજાયેલ છે.
(1:11 PM IST)










