તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
સુરતના લિંબાયત ઝોન સ્થિત મીઠીખાડી પાસે કચરા ડેપોમાં અચાનક ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી
ડેપોમાં ગેરકાયદેસર ફેંકવામાં આવેલા હોટફિક્સ પ્લાસ્ટિક વેસ્ટના જથ્થાના કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા દૂર સુધી ઝેરી ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા

સુરતના લિંબાયત ઝોન સ્થિત મીઠીખાડી પાસે આવેલા કચરા ડેપોમાં અચાનક ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ડેપોમાં ગેરકાયદેસર રીતે ફેંકવામાં આવેલા હોટફિક્સ પ્લાસ્ટિક વેસ્ટના જથ્થાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના લીધે દૂર સુધી ઝેરી ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા મથામણ શરૂ કરી હતી. સમગ્ર વિસ્તારમાં ઝેરી ધુમાડો ફેલાતાં સ્થાનિક રહીશોમાં ગૂંગળામણ અને ભયનો માહોલ સર્જાયો હતો. શહેરમાં પ્રતિબંધ હોવા છતાં ટેક્સટાઇલ અને પ્લાસ્ટિક વેસ્ટનો જાહેરમાં નિકાલ થતાં અવારનવાર આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે, જેથી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
