News of Monday, 28th September 2026
ટ્રાન્સમિશન લાઈનના નામે ખેડૂતોની સંમતિ વગર MRCની એક તરફી કાર્યવાહી ગેરકાયદેસર - મહેશ રાજકોટીયા.
ત્કાલિક નિર્ણય નહીં આવે તો 2222 કાર કાફલા સાથે કિશાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ આર યા પાર ની લડાઈ લડશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લા માં ટ્રાન્સમિશન લાઈન/ટાવર ઉભા કરવા માટે તંત્ર દ્વારા જે રીતે ખેડૂતો ને દબાવવા માટે તારીખ 21/09/2026 ના રોજ નોટિસ આપી તારીખ 24/09/2026 ના રોજ MRC માં હાજર રહેવા ધમકી આપવામાં આવી છે, તે સંપૂર્ણ ગેરકાયદેસર અને બંધારણીય અધિકારો પર હુમલો છે.
આજ રોજ કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને ઈ-મેલ દ્વારા 7 કાયદાકીય મુદ્દાઓ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે અને રાજ્ય સરકાર પાસે લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે.
કાયદાકીય હકીકતો શું છે
સંમતિ વગર કામ ન થાય - સરકાર ના ઠરાવ નો જ ભંગ:_ રાજ્ય સરકાર ના ઉર્જા વિભાગ ના તારીખ 04/07/2026 ના ઠરાવ ના મુદ્દા નંબર 7 માં સ્પષ્ટ છે કે વળતર એક સાથે અને ખેડૂત ની સંમતિ બાદ જ કામ શરૂ કરવું. તો ના-મરજી હોવા છતાં એક તરફી કાર્યવાહી ની ધમકી કેમ? આ Coercion છે.
બળજબરી ગેરકાયદેસર:_ ખેડૂતો ની સ્વૈચ્છિક સંમતિ વગર MRC માં ફરજિયાત બેસાડવા નું દબાણ કરવું એ તદ્દન વિરોધાભાસી અને ગેરકાયદેસર છે.
TSP કંપની ને ફાયદો કરાવવા ખેડૂતો ના હક્કો ની લૂંટ:_ TSP કંપની દ્વારા કાયદેસર પ્રક્રિયા માં છટકબારીઓ રાખવામાં આવી છે છતાં તંત્ર ઉતાવળે કંપની ના હિત માં પગલાં ભરે છે.
હાઈકોર્ટ માં એક દલીલ અને ખેતર માં બીજી - સરકાર નું બેવડું વલણ ખુલ્લું પડ્યું:_ નામદાર ગુજરાત હાઈકોર્ટ માં તારીખ 14/07/2026 ના Ketan Natvarlal Brahmbhatt Vs UOI કેસ માં રાજ્ય સરકાર પોતે કહે છે કે ખેતી ની જમીન ની કિંમત માન્ય યુનિવર્સિટી માંથી એગ્રીકલ્ચર સાયન્સ ની ડીગ્રી અને 5 વર્ષ ના અનુભવ વાળો જ કાઢી શકે. તો MRC માટે IBBI રજીસ્ટર પર ના અચલ મિલકત (મકાન/દુકાન) ના વેલ્યુઅર નું લિસ્ટ કેમ આપવામાં આવ્યું?
વેલ્થ ટેક્ષ એક્ટ 1957 નો સીધો ભંગ:_ આ કાયદા ની કલમ 8A(2) અને 8A(3) મુજબ અચલ મિલકત નો વેલ્યુઅર ખેતી ની જમીન નું મૂલ્યાંકન કરી શકે જ નહીં. સરકાર પોતે ખાનગી વીજ કંપની ના ફાયદા માટે કાયદો તોડી રહી છે.
કિસાન સંઘર્ષ સમિતિ ની 5 માંગ:_ અચલ મિલકત ના નહીં, ખેતી ની જમીન ના મૂલ્યાંકન કરનાર કાયદેસર વેલ્યુઅર નું લિસ્ટ આપો.
1957 ના કાયદા ના પ્રકાર મુજબ વેલ્યુઅર નું લિસ્ટ આપો.
કાયદેસર લિસ્ટ આપ્યા વગર ની તારીખ 21/09/2026 ની નોટિસ તાત્કાલિક રદ કરો.
ઠરાવ ના મુદ્દા 7 મુજબ લેખિત સંમતિ વગર કોઈ મીટીંગ કે મૂલ્યાંકન ન કરો.
ભવિષ્ય માં આવી ડરામણી નોટિસો બંધ કરો.
છેલ્લી ચીમકી
જો આ 7 સવાલો ના લેખિત જવાબ આપી તાત્કાલિક નિર્ણય નહીં આવે તો સમગ્ર ગુજરાત ના ખેડૂતો ને સાથે રાખી ને ટૂંક સમય માં કિશાન કોંગ્રેસ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ 2222 કાર કાફલા સાથે આર યા પાર ની લડાઈ લડશે. જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને સરકાર ની રહેશે. તેમ ખેડુત નેતા ગુજરાત, ગુજરાત કિશન સંઘર્ષ સમિતિ, ગુજરાત કિશાન કોંગ્રેસ નેતા મહેશભાઈ રાજકોટીયાની યાદીમાં જણાવાયુ છે
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
