<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

''સ્વાયત્ત ચૂંટણી પંચ કે ભાજપનું ટૂલ?" :વડોદરામાં ભરતસિંહ સોલંકીની આગેવાની હેઠળ કોંગ્રેસી કાર્યકરો કાળી પટ્ટીઓ પહેરી રસ્તા પર ઉતર્યા

પૂતળાદહન કરવાનો પ્રયાસ કરાતાં પોલીસ અને દેખાવકારો વચ્ચે ભારે ઘર્ષણ અને ધક્કામુક્કીના દૃશ્યો સર્જાયા

અમદાવાદ : દેશમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાના નામે દેશભરમાંથી કરોડો મતદારોના નામ ગેરરીતિપૂર્વક રદ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું .

  વડોદરામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની આગેવાની હેઠળ કોંગ્રેસી કાર્યકરો અને મહિલાઓ કાળા વસ્ત્રો તેમજ કાળી પટ્ટીઓ ધારણ કરીને રસ્તા પર ઉતર્યા હતા. શહીદ ભગતસિંહની તસવીરો અને "સ્વાયત્ત ચૂંટણી પંચ કે ભાજપનું ટૂલ?" લખેલા બેનરો સાથે કાર્યકરોએ ભારે નારેબાજી કરી હતી. આ દરમિયાન પૂતળાદહન કરવાનો પ્રયાસ કરાતાં પોલીસ અને દેખાવકારો વચ્ચે ભારે ઘર્ષણ અને ધક્કામુક્કીના દૃશ્યો સર્જાયા હતા.

(9:40 PM IST)