<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

SIR સબંધિત તમામ નિર્ણયો સર્વસમંતિથી લેવાયા હતાઃ રાહુલ ગાંધીના અસત્‍ય ઉજાગરઃ નેહલ શુકલ

કોંગ્રેસના બેવડા ધોરણો લોકો સારી રીતે ઓળખે છેઃ હાર નહિ પચાવનાર કોંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવે છે ચૂંટણી કમિશનરો પરના આક્ષેપો મનઘડતઃ પત્રકાર પરિષદમાં મેયરનો પર્દાફાશ

આ પ્રેસ કોન્‍ફરન્‍સમાં મેયર ડો. નેહલ શુકલની સાથે ધારાસભ્‍ય  ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પ્રદેશ કારોબારી સભ્‍ય રાજુભાઈ ધ્રુવ, શહેર ભાજપ મહામંત્રી  લલીતભાઈ વાડોલીયા તથા યોગેન્‍દ્રસિંહ જાડેજા ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા.૨૮: ભારતના ચુંટણી કમિશનરો પરના મનઘડત આક્ષેપો અને કોંગ્રેસ અને રાહુલ ગાંધીના અસત્‍યનો પર્દાફાશ  કરવા મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુકલ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં ધારાસભ્‍યશ્રીઓની સાથે  કોંગ્રેસના વિભાજનકારી અને ભ્રામક રાજકારણ પર પ્રહારો કરી સત્‍યને ઉજાગર કર્યુ હતુ.

મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુકલ દ્વારા આજે એક મહત્‍વપૂર્ણ પ્રેસ કોન્‍ફરન્‍સ યોજવામાં આવી હતી. જેમાં તેમણે ભારતના ચૂંટણી કમિશનરો પર કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આંતરિક મતભેદના આક્ષેપોને સખત શબ્‍દોમાં કાઢી નાખ્‍યા હતા અને તાજેતરના SIRનો ઉલ્લેખ કરતા આ આક્ષેપોને સંપૂર્ણપણે કાલ્‍પનિક, આધારવિહીન અને મનઘડત ગણાવ્‍યા હતા.

પ્રેસ કોન્‍ફરન્‍સને સંબોધતા નેહલ શુકલએ જણાવ્‍યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી દેશની સ્‍વાયત્ત બંધારણીય સંસ્‍થા ચૂંટણી પંચ સામે એક અખબારમાં છપાયેલા કાલ્‍પનિક અને તથ્‍યહીન લેખને આધાર બનાવી બેબુનિયાદ સવાલો ઉઠાવી રાહુલ ગાંધી સહિત વિપક્ષ દ્વારા દેશના નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો અને જૂઠાણાં ફેલાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો હતો.  ગઇકાલે મુખ્‍ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોએ સંયુક્‍ત પ્રેસ રિલીઝ દ્વારા સ્‍પષ્ટ કર્યું છે કે SIR સબંધિત તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્‍યા હતા અને તેમની વચ્‍ચે કોઈ મતભેદ નથી.

આ સાથે જ તેમણે પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે, મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના ફોર્મ-૬ ના મૂળ સ્‍વરૂપમાં SIR દરમિયાન કોઈ જ ફેરફાર કરવામાં આવ્‍યો નથી.  સુપ્રીમ કોર્ટે SIR દરમિયાન મતદારોની ચકાસણી માટેની દસ્‍તાવેજી પ્રક્રિયાને માન્‍ય રાખી છે.  સુનિયોજિત ષડયંત્ર હેઠળ Fake Narrative બનાવીને લોકોને ગેરમાર્ગે દોરવા એ જ કોંગ્રેસ અને તેની ઇકોસિસ્‍ટમનું મુખ્‍ય કામ બની ગયું છે.  જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલી કોંગ્રેસ પહેલા પોતાની હારનું ઠીકરું EVM પર ફોડતી, પછી SIR ને દોષ દીધો ને હવે ચુંટણી પંચ ઉપર નિરાધાર- ખોટા આક્ષેપો કરી રહી છે.

જ્‍યાં જનાદેશ કોંગ્રેસની તરફેણમાં આવે ત્‍યાં લોકશાહીનો વિજય અને જ્‍યાં જનાદેશ ભાજપની તરફેણમાં આવે ત્‍યાં ‘વોટ ચોરી' આ બેવડા ધોરણો જનતા સારી રીતે ઓળખે છે.   કોંગ્રેસ પાસે હવે જનતાની વચ્‍ચે જવાનો મુદ્દો નથી, એટલે હાર ન પચાવી શકનારી કોંગ્રેસ ચૂંટણી પંચને નિશાન બનાવી જુઠાણા ફેલાવી જનસંમર્થનની એક આભા  ઊભી કરવામાં આવી રહી છે.  દેશની જનતાને ખોટા કારણો અને ભ્રામક પાયાવિહિન અને તથ્‍યથી વિમુખ વાતો દ્વારા  ગેરમાર્ગે દોરવાના પ્રયાસો લાંબા સમય સુધી ચાલી શકતા નથી.   સત્‍ય સામે જુઠાણાનું આયુષ્‍ય બહુ ટૂંકું હોય છે.  કોંગ્રેસ પાસે જનતાના માટે કોઈ નક્કર એજન્‍ડા કે મુદ્દો ન હોવાથી તે માત્ર નકારાત્‍મક રાજનીતિ અને અફવાઓની રાજનીતિ પૂરતી મર્યાદિત બની ગઈ છે.  કોંગ્રેસના જૂઠાણાંઓનો ભાંડો હવે દેશની જનતા સમક્ષ ફૂટી ગયો છે. 

આ અંગે તેમણે વધુ જણાવેલ હતું કે, દેશના યશસ્‍વી પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં ભારત આજે સમગ્ર વિશ્વનું નેતળત્‍વ કરવા સક્ષમ બન્‍યું છે અને વિશ્વના તમામ દેશોએ પણ ભારતના નેતળત્‍વનો સ્‍વીકાર કર્યો છે. તમામ ક્ષેત્રોમાં ભારત વિશ્વમાં મહત્‍વનું સ્‍થાન ધરાવતું થયું છે.  રાહુલ ગાંધી અને કોંગ્રેસ દેશની પારદર્શી અને મજબૂત લોકતાંત્રિક પ્રક્રિયા પર બેબુનિયાદ સવાલો ઉઠાવીને વૈશ્વિક સ્‍તરે ભારતની છબીને ડાઘ લગાડવાના દુર્ભાગ્‍યપૂર્ણ પ્રયાસો કરી રહી છે.  પરંતુ દેશની જનતાને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ઉપર અને દેશના લોકતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે.

રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી દેશની બંધારણીય સંસ્‍થાઓને બદનામ કરવાની અને દેશની જનતાને ગેરમાર્ગે દોરવાની ‘‘જુઠાણાની ફેક્‍ટરી'' બની ચુકી છે. પોતાની રાજકીય જમીન ખસી જતાં કોંગ્રેસ સતત ચૂંટણી પંચ જેવી સ્‍વતંત્ર અને બંધારણીય સંસ્‍થાઓ પર ખોટા અને ઉપજાવી કાઢેલા આક્ષેપો કરીને તેની શાખ બગાડવાનો પ્રયાસ કરે છે.  SIR ના તથ્‍યો સામે આવ્‍યા બાદ સાબિત થઈ ગયું છે કે કોંગ્રેસે ચૂંટણી કમિશનરો વચ્‍ચે મતભેદ હોવાની જે મનધડત વાર્તા ઘડી હતી તે માત્ર સસ્‍તા પબ્‍લિસિટી સ્‍ટંટ સિવાય કંઈ નહોતું.  નેહલ શુકલએ ભારતીય જનતા પાર્ટીના ચુંટાયેલા પ્રતિનિધિ તરીકે કોંગ્રેસની આ નિમ્‍ન કક્ષાની અને ભ્રામક રાજનીતિનો સખત વિરોધ વ્‍યકત  કરેલ હતો અને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી દેશની જનતા તથા બંધારણીય સંસ્‍થાઓની જાહેરમાં માફી માગે તેવી માંગણી કરવામાં આવેલ હતી

(3:21 PM IST)