News of Monday, 28th September 2026
સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અને આત્મિય સ્કુલ દ્વારા આયુર્વેદ દિવસ અને પોષણ માહની ઉજવણી

રાજકોટ : સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદની થીમ આધારિત ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી, ૯મા પોષણ માહની ઉજવણી અને દેશના વડાપ્રધાનશ્રીના ૨૫ વર્ષની જનસેવા અને દેશસેવા અંતર્ગત સેવા સંકલ્પ અભિયાન એમ ત્રિવિધ પ્રસંગોની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના આયુષ પ્રભાગ માર્ગદર્શિત સરકારી આયુર્વેદિક હોસ્પિટલ યુનિવર્સિટી રોડ રાજકોટ, સરકારી આયુર્વેદ હોસ્પિટલ - કરણપરા રાજકોટ અને આત્મિય સ્કૂલ રાજકોટના સયુંકત ઉપક્રમે આયુષ મેળા -૨૦૨૬નું આયોજન કરાયું. આ ઉદઘાટન સમારોહમાં રાજકોટ મહાનગર પાલિકાના મેયર નેહલભાઈ શુક્લ, જિલ્લા પંચાયત રાજકોટના પ્રમુખ સંજયભાઈ પીપળીયા, રાજકોટ પヘમિના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલારા, રાજ્ય સરકારના આયુષ પ્રભાગના નિયામક ડો.જયેશભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રીમતિ દક્ષાબેન વસાણી, વોર્ડ નંબર ૧૦ના કોર્પોરેટર ઘનશ્યામભાઈ હેરભા અને આત્મીય સ્કૂલ કેમ્પસના ડાયરેક્ટર દીપક પાટણકર ઉપસ્થિત રહ્યાં હતાં. આ આયુષ મેળામાં આયુર્વેદના વિવિધ માહિતી સભર ચાર્ટનું એકઝીબીશન, આયુર્વેદ અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ, પ્રકળતિ પરીક્ષણ, સુગર અને બી.પી.ની ફ્રી તપાસ અને સારવાર, ૦ થી ૧૨ વર્ષના બાળકોને સુવર્ણ પ્રાશન, યોગ શિબિર, સ્વસ્થ વળત માર્ગદર્શન શિબિર, આયુર્વેદિકની આઈ.ઈ.સી. અંગેની માહિતી પુસ્તિકાનું વિતરણ, સ્વાસ્થ્ય વર્ધક અમળત પેય ઉકાળા, આર્સેનિક આલ્બમ અને સમશમની વટી વિતરણ કરવામાં આવ્યું. તેમજ આત્મીય સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી અને સેવાભાવી વૈધ શુભમ પરમાર દ્વારા પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજીના આશીર્વાદ અને આમંત્રણ મુજબ અગ્નિકર્મ સારવારથી વિવિધ રોગો જેવા કે સાયટિકા, સર્વાઇકલ સ્પોન્ડીલાઇસીસ, ઓસ્ટીયો આર્થરાઇટીસ જેવા રોગોમાં વિવિધ પ્રકારના અગ્નિકર્મ દ્વારા સારવાર આપી દુખાવામાં સદ્ય રાહત કરવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા બંને હોસ્પિટલની ટીમો, આત્મીય સ્કૂલ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર આયુષ મેળાના વિવિધ પ્રકલ્પોથી આશરે ૬૫૦૦ થી વધુ લોકોને લાભાન્વિત કરવામાં આવ્યા હોવાનું હોસ્પિટલના વડા વૈદ્ય ચૈતાલીબેન પરમારની યાદીમાં જણાવાયુ છે.
(2:59 PM IST)










