તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
કચ્છના રાપરમાં જાહેરમાં અડચણરૂપ બાઇક ઊભી રાખીને રોફ જમાવતા બે શોખિયા યુવકોને પોલીસે જેલહવાલે કર્યા
આ કાર્યવાહીથી વિસ્તારના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો:પોલીસની આ કામગીરીને લઈને લોકોમાં સંતોષની લાગણી

કચ્છ જિલ્લાના રાપર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સ્થાનિક પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ રાપર વિસ્તારમાં જાહેરમાં અડચણરૂપ બાઇક ઊભી રાખીને રોફ જમાવતા બે શોખિયા યુવકો સામે પોલીસે લાલ આંખ કરી છે. આ કાર્યવાહીથી વિસ્તારના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે અને પોલીસની આ કામગીરીને લઈને લોકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ, રાપરના વ્યસ્ત ત્રંબો ચાર રસ્તા પાસે બે યુવકો દ્વારા જાહેરમાં ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે મોટરસાઇકલ પાર્ક કરવામાં આવી હતી અને બેફામ રોફ જમાવવામાં આવી રહ્યો હતો. આ અંગેની ચોક્કસ બાતમી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા અને તેમના કુશળ પોલીસ સ્ટાફને મળતા ત્વરિત પગલાં લેવામાં આવ્યા હતા. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી હતી અને ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા કડક કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન પકડાયેલા બંને શખ્સોની ઓળખ અજય સુરેશ કોલી (ઉંમર ૨૨ વર્ષ) અને જેસુ કેશાભાઈ રાઠોડ (ઉંમર ૩૦ વર્ષ) તરીકે થઈ હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જાહેરમાં અડચણરૂપ થવા ઉપરાંત પ્રોહિબિશન અને જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને કાયદેસરની લગત કાર્યવાહી આદરી છે. આ દરોડા અને કાર્યવાહી દરમિયાન પોલીસે તેમની પાસેથી બે મોટરસાઇકલ સહિત કુલ રૂપિયા ૫૦,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
