<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

સુરતના અમરોલી વિસ્તારની એક સોસાયટીમાં મારામારી : ભારે પથ્થરમારામાં અનેકને ઇજા : પોલીસનો લાઠીચાર્જ

સોસાયટીમાં માથાભારે અને અસામાજિક તત્વોએ આવીને રહીશો સાથે મારમારી કરી બબાલ મચાવી

સુરતના અમરોલી વિસ્તારની એક સોસાયટીમાં માથાભારે અને અસામાજિક તત્વોએ આવીને રહીશો સાથે મારમારી કરી બબાલ મચાવી હતી. આ ઘટનાને પગલે બંને પક્ષો વચ્ચે સામસામે ભારે પથ્થરમારો થતાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં જ અમરોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવવા હળવો લાઠીચાર્જ કર્યો હતો. હાલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ થાળે પડી છે, પરંતુ અમરોલી પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

(9:19 PM IST)