તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Monday, 28th September 2026
સેવા સંકલ્પ અભિયાન બારમાં તબક્કામાં લોકો ઉમટયાઃ યોજનાઓનો લાભ લીધો
આગામી ‘સેવા સેતુ શહેરી' કાર્યક્રમ તા.૦૧ ઓકટો.ને ગુરૂવારના રોજ કવિઅમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, યુનિ. રોડ. ખાતે યોજાશે

રાજકોટ, તા.૨૮: સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે માટે વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણાને ધ્યાને લઈ, નગરજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે, તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારાસેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિધાનસભા-૭૧ (ગ્રામ્ય) વિસ્તારમાં રણુજા મંદિર, કોઠારીયા ગામ ખાતે બારમાં તબક્કાનો ૅસેવા સેતુ શહેરીૅ કાર્યક્રમ યોજાયો હતો.
મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુક્લના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, સ્ટેન્ડિંંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ.હિરેનભાઇ ખીમાણીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, સ્થાનિક કોર્પોરેટરઓ, સંગઠનના હોદ્દેદારઓ, વોર્ડના અગ્રણીઓ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ - કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં સેવા સેતુ કેમ્પનો લાભ લેવા આવેલ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સેવા સેતુ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવેલ. ત્યારબાદ સ્ટેગિં કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે મહાનુભવોનું પુષ્પ અને ખાદીના રૂમાલ વડે સ્વાગત સ્થાનિક કોર્પોરેટરઓ ભારતીબેન પરસાણા અને દક્ષાબેન વાઘેલા દ્વારા કરવામાં આવેલ. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને ટોકન સ્વરૂપે સહાય અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેગિં કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો.હિરેનભાઈ ખીમાણિયા અને શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણાએ હવે તા.૦૧-ઓકટો.ગુરૂવારના રોજ કવિ અમળત ઘાયલ કોમ્યુનિટી હોલ, યુનિ. રોડ. ખાતે યોજાનાર સેવા સેતુ કેમ્પમાં વધુને વધુ સેવાઓનો લાભ લેવા લોકોને અનુરોધ અને અપીલ કરેલ છે.
(3:23 PM IST)










