તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
જીપીએસસીમાં ૭ નવા સભ્યોની નિમણૂક : રાજ્યપાલ દ્વારા વિવિધ ક્ષેત્રના અનુભવીઓ અને આઈએઈએસ અધિકારીઓની કરાઈ પસંદગી : જુઓ સંપૂર્ણ યાદી
ગાંધીનગર સચિવાલયના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ અધિસૂચના જાહેર : હોદ્દો સંભાળ્યાની તારીખથી નિમણૂક અમલી બનશે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર:ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ગાંધીનગર ખાતે ખાલી પડેલી સભ્યોની જગ્યાઓ પર રાજ્યપાલ દ્વારા ભારતીય સંવિધાનના અનુચ્છેદ ૩૧૬ ના ખંડ (૧) હેઠળ મળેલ સત્તાની રૂએ ૭ નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD), સચિવાલય દ્વારા તારીખ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ આ અંગેની સત્તાવાર અલગ-અલગ અધિસૂચનાઓ (નોટિફિકેશન) બહાર પાડવામાં આવી છે.
નવા નિમણૂક પામેલ સભ્યોની નામવાર યાદી નીચે મુજબ છે:
૧. ડૉ. શિશિર મનોહરભાઈ ત્રિવેદી
૨. શ્રી દીપકકુમાર અશોકભાઈ રાઠોડ (નિવૃત્ત સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર)
૩. શ્રી કે.એસ.વસાવા, IAS (નિવૃત્ત)
૪. શ્રી એચ.જે.પ્રજાપતિ, IAS
૫. શ્રી મયુર કે. મહેતા, IAS
૬. શ્રી કે.એલ.બચ્ચાની, IAS
૭. શ્રી કે.સી.સંપટ, IAS
આ નિમણૂકો અન્વયે, આ તમામ મહાનુભાવોની ગુજરાત જાહેર સેવા આયોગના સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે. આ તમામ સભ્યોનો કાર્યકાળ તેઓ પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળશે તે તારીખથી અમલમાં આવશે.
ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે સામાન્ય વહીવટ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી મેહુલ કે. વસાવા દ્વારા આ આદેશો જારી કરવામાં આવ્યા છે, જ્યારે અંડર સેક્રેટરી કૌશિક રાજડે દ્વારા તેની નકલ સંબંધિત તમામ વિભાગો અને અધિકારીઓને જાણ તથા જરૂરી કાર્યવાહી અર્થે રવાના કરવામાં આવી છે.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
