તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
નારી કે રંગ-હરરંગ મેં એક પહચાન : પ્રદર્શન
રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા તા. ૩, ૪ ઓકટોબર રોટરી ભવન ખાતે કાર્યક્રમ ફૂડ, ફેશન, હેન્ડીક્રાફટ, આર્ટ, જવેલરી સહિતના સ્ટોલ : બહેનોને પ્રોત્સાહન-પ્લેટફોર્મ આપવાનો મુખ્ય ઉદ્દેશ

રાજકોટ : મહિલાઓની પ્રતિભા, સર્જનાત્મકતા અને ઉદ્યોગ સાહસિકતાને એક મંચ આપવા માટે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા ‘‘નારી કે રંગ-હર રંગ મેં એક પહચાન'' નામે વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ‘એકિઝબિશન ૩ એન ૪ ઓકટોબર, શનિવાર અને રવિવારે સવારે ૧૦:૩૦થી રાત્રે ૯ વાગ્યા સુધી રોટરી ભવન, રાજકોટ ખાતે યોજાશે.
આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય એવી મહિલાઓને પ્રોત્સાહન અને પ્લોટફોર્મ આપવાનો છે. જેઓ પોતાના ઘરેથી નાના વ્યવસાયની શરૂઆત કરી આજે પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. ફૂડ, ફેશન, હેન્ડિક્રાફટ, આર્ટ, જવેલરી, વિવિધ સેવાઓ અને અન્ય સર્જનાત્મક ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓને પોતાની પ્રતિભા અને વ્યવસાય લોકો સુધી પહોંચાડવાની એક તક મળશે.
આ સમગ્ર પ્રોજેકટનું નેતૃત્વ પ્રોજેકટ ચેર પીપી પરેશ કાલાવડીયાના માર્ગદર્શનમાં રૂપા નાગ્રેચા, વિશ્મા પંચાસરા અને અવની મંગતાણી તેમજ રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન અને રોટરી કલબ ઓફ રાજકોટ તથા ટવીંકલ મહેતા અને સોનલ રાજ પોપટનો સહયોગ મળેલ હોવાનું જણાવાયું છે.
‘‘નારી કે રંગ'' માત્ર એક પ્રદર્શન નથી, તે મહિલાના સપના, તેની મહેનત, તેની સર્જનાત્મકતા અને તેની પોતાની ઓળખની ઉજવણી છે. ઘરની ચાર દિવાલોમાંથી શરૂ થયેલી એક મહિલાનાી સફરને "Home to Hustle" સુધી લઇ જવાનો આ પ્રયાસ હોવાનું જણાવાયું છે.
તસ્વીરમાં સોનલબેન રાજપોપટ (પ્રમુખ), નિલમબેન લાખાણી (સેક્રેટરી), વિશ્માબેન પંચાસરા, રૂપાબેન નાગ્રેચા, ઇશીતાબેન ચોટાઇ અને અવનીબેન મંગતાની નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:02 PM IST)










