<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

શેરબજાર-સોનુ-ચાંદી તુટયાઃ રોકાણકારોમાં ચિંતા

શેરબજાર ‘માંદગીના ખાટલે': શેરબજાર બરફની જેમ આંગળી રહ્યું છેઃ સેન્‍સેક્‍સમાં ૧૦૦૦ પોઈન્‍ટનું ગાબડું: નીફટી ૩૧૮ તુટી ૨૩૦૦૦ની અંદર : ચાંદીમાં રૂ.૬૬૦૦ સુધીનો કડાકોઃ સોનાના ભાવમાં રૂ.૩૨૦૦થી વધુનો ઘટાડોઃ અમેરિકાના આર્થિક આંકડા-પ.એશિયા સંઘર્ષ-ક્રુડ પથારી ફેરવે છે : ૬ લાખ કરોડ સ્‍વાહા

મુંબઈ,તા.૨૮: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોમવારે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો થયો છે. બજાર ખુલતાની સાથે જ Sensex અને Nifty બંનેમાં ભારે વેચવાલી શરૂ થઈ. BSE Sensex ૧૦૦૦ અંકથી વધુ તૂટ્‍યો. બીજી તરફ Nifty પણ ૨૩,૦૦૦ના મોટા સ્‍તરથી નીચે સરકી ગયો. અચાનક આવેલા ઘટાડાથી રોકાણકારોમાં ચિતા વધી છે. સેન્‍સેક્‍સ શુક્રવારના ૭૩,૮૯૫ના બંધ સ્‍તરની સરખામણીએ ૭૩,૭૩૪ પર ખુલ્‍યો હતો. ત્‍યારબાદ તેમાં ઘટાડો ઝડપી બન્‍યો. એક સમયે સેન્‍સેક્‍સ ૭૩,૧૩૮ સુધી પહોંચ્‍યો હતો. પછી તે ૧૦૪૦ અંકથી વધુ તૂટીને ૭૨,૮૫૪ના સ્‍તરે પહોંચી ગયો હતો.

NSE Nifty પણ ભારે દબાણમાં જોવા મળ્‍યું. અગાઉના ૨૩,૧૪૦ના બંધ સ્‍તરની સામે ઇન્‍ડેક્‍સ ૨૩,૦૬૫ પર ખુલ્‍યો હતો. ત્‍યારબાદ તે સોમવારે (૨૮ સપ્‍ટેમ્‍બર) ૨૩,૦૦૦ની સપાટી નીચે સરકી ગયો. નોંધનીય છે કે, તે સમયે Nifty લગભગ ૨૮૦ અંકના ઘટાડા સાથે ૨૨,૮૫૫ના સ્‍તરે ટ્રેડ કરી રહ્યો હતો.

બજારમાં વેચવાલીની અસર લગભગ તમામ કેટેગરીમાં જોવા મળી. BSE લાર્જકેપ કેટેગરીના ૩૦માંથી તમામ ૩૦ શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. HDFC Bank, Kotak Bank, SBI, HUL, Trent, Bajaj Finance, Reliance અને ICICI Bank જેવા શેરોમાં પણ ઘટાડો નોંધાયો. આ સાથે જ બેન્‍કિંગ શેરોમાં પણ દબાણ જોવા મળ્‍યું. BSE Bankex લગભગ ૧.૬૦% ઘટ્‍યો હતો. IT Indexમાં પણ ૧.૧૦%નો ઘટાડો નોંધાયો. બજારના આ કડાકામાં રોકાણકારોની સંપત્તિમાં ૬ લાખ કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે.

શેર માર્કેટમાં ઘટાડા પાછળ વૈશ્વિક સ્‍તરે વધી રહેલી અનિヘતિતાને મહત્‍વનું કારણ માનવામાં આવી રહ્યું છે. અમેરિકા-ઈરાન શાંતિ વાર્તામાં ગતિરોધ અને હોર્મુઝ સ્‍ટ્રેટને લઈને તણાવથી ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થયો છે. Brent Crude ૨% વધીને $૧૦૬ પ્રતિ બેરલથી ઉપર પહોંચ્‍યો હતો. આ ઉપરાંત Foreign Institutional Investors (FII)ની વેચવાલીએ પણ બજારના સેન્‍ટિમેન્‍ટ પર અસર કરી છે. શુક્રવારે FIIએ રૂ.૩,૬૦૦ કરોડથી વધુની વેચવાલી કરી હતી.

સોમવારે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના પહેલા ટ્રેડિગ સત્રમાં, સોનાના ભાવમાં ૧.૭૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે, જ્‍યારે ચાંદીના ભાવમાં ૨.૫૦ ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

સોમવારે સવારે ૧૦:૨૫ વાગ્‍યે, પ્‍ઘ્‍હ્‍ પર ૫ ઓક્‍ટોબરના રોજ ડિલિવરી માટેનું સોનું ૧૦ ગ્રામ દીઠ ૧,૪૮,૨૮૫ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે ૨,૫૯૬ રૂપિયા (૧.૭૨ ટકા) નો નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. સોનું આજે ૧૦ ગ્રામ દીઠ ૧,૫૦,૧૦૦ રૂપિયા પર ખુલ્‍યું, જે ગયા સપ્તાહના શુક્રવારે બંધ ભાવ ૧,૫૦,૮૮૧ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતું, જે ૭૮૧ રૂપિયા ઘટીને ૧,૫૦,૧૦૦ રૂપિયા પર ખુલ્‍યું. આ લખાય છે ત્‍યારે, સોનાના ભાવ દિવસના અંતરાલના ઉચ્‍ચતમ સ્‍તર (આજના શરૂઆતના ભાવ) રૂ.૧,૫૦,૧૦૦ પ્રતિ ૧૦ ગ્રામ અને દિવસના અંતરાલના નીચલા સ્‍તર રૂ.૧,૪૭,૬૬૭ પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયા હતા. આનો અર્થ એ થયો કે શુક્રવારના બંધ ભાવની તુલનામાં સોનાના ભાવ રૂ.૩,૨૧૪ ઘટ્‍યા છે.

સોના ઉપરાંત, ચાંદીના ભાવમાં પણ આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્‍યો. પ્‍ઘ્‍હ્‍ પર ૪ ડિસેમ્‍બરની ડિલિવરી માટે ચાંદી રૂ.૨,૨૮,૬૫૮ પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી, જે રૂ.૬,૦૩૮ (૦.૨૫૭ ટકા) ઘટી હતી. ચાંદી આજે રૂ.૨,૩૨,૩૦૦ પ્રતિ કિલોગ્રામ પર ખુલી, જે ગયા સપ્તાહના શુક્રવારે બંધ ભાવ રૂ.૨,૩૪,૬૯૬ પ્રતિ કિલોગ્રામની તુલનામાં રૂ.૨,૩૯૬ નો ઘટાડો દર્શાવે છે. લખાય છે ત્‍યારે, ચાંદીના ભાવ દિવસના અંતરાલના ઉચ્‍ચતમ સ્‍તર રૂ.૨૩૨,૩૦૦ પ્રતિ કિલોગ્રામથી રૂ.૨૨૮,૦૩૫ પ્રતિ કિલોગ્રામ સુધી હતા. આનો અર્થ એ થયો કે શુક્રવારના બંધ ભાવની સરખામણીમાં ચાંદીના ભાવ રૂ.૬,૬૬૧ ઘટ્‍યા છે.

કોમોડિટી બજારના નિષ્‍ણાતોએ આગાહી કરી છે કે આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં વધઘટ ચાલુ રહી શકે છે. યુએસના આર્થિક ડેટા, પヘમિ એશિયામાં તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવ પણ આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવને પ્રભાવિત કરશે.

ગયા અઠવાડિયે, MCX પર ઓક્‍ટોબર ડિલિવરી માટે સોનાનો ભાવ રૂ.૩,૫૦૦ (આશરે ૨.૩ ટકા) ઘટીને રૂ.૧.૫૦ લાખ પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયો હતો. જ્‍યારે, ચાંદીનો ભાવ પણ ૬૯૦૭ રૂપિયા (આશરે ૩ ટકા) ઘટીને રૂ.૨.૩૪ લાખ પ્રતિ કિલો થયો હતો.(૪૦

(3:01 PM IST)