<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

દારૂ પી વાહન હંકારતા ૧૪, છરી લઇ નીકળેલા ૧૫ પોલીસની ઝપટે ચડયા

કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે શનિવાર બાદ રવિવારે રાતે પણ ખાસ ડ્રાઇવઃ ૩૭ કેસ દેશી વિદેશી દારૂ સાથે મહિલા સહિત ૮ને પકડી લેવાયાઃ પોલીસે ઠેકઠેકાણે ચેકીંગ કરી કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૮: શહેરમાં કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે પોલીસ અવાર-નવાર ખાસ ડ્રાઇવ યોજી છરી સાથે રાખીને નીકળનારા, દારૂ પીધેલા કે દારૂ લઇને નીકળનારા શખ્‍સોને પકડી લેતી હોય છે. રવિવારે આવી ખાસ ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં ઠેકઠેકાણે ચેકીંગ હાથ ધરી પોલીસે છરી સાથે ૧૫ને, દારૂ પીધેલી હાલતમાં નીકળેલા ૧૭ને અને દારૂ સાથે મહિલાઓ સહિત ૮ને પકડી લઇ કુલ ૩૭ કેસ નોંધ્‍યા હતાં.

રાજકોટ શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ સુદ્રઢ રાખવાના ભાગરૂપે વિવિધ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારોમાં કડક પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. પોલીસ કમિશનર અને જોઇન્‍ટ પોલીસ કમિશનર તેમજ ક્રાઇમ બ્રાંચ તેમજ ઝોન-૧, ઝોન-૨ના ડીસીપીની સુચના અંતર્ગત આ ડ્રાઇવ યોજવામાં આવી હતી.

પોલીસે છરી ૧૫ને પકડી લીધા હતાં. જેમાં  ભક્‍તિનગર પોલીસે પીડી માલવીયા  ફાટક પાસેથી મોહન ગુલાબભાઈ રાજભોયને ઝડપી લીધો હતો. પ્રદ્યુમનનગર પોલીસે ફુલછાબ ચોક પાસેથી અરબાજ મહેબૂબભાઈ બેલીમ, જંકશન સ્‍ટેશન પાસેથી મહેશ મનુભાઈ ગોહેલ અને હોસ્‍પિટલ ચોક પાસેથી હરેશ ચાંપરાજભાઈ ખાચરને છરી સાથે અટકાયતમાં લીધા હતા. યુનિવર્સિટી પોલીસે રૈયાધાર મફતિયાપરા વંડા પાસેથી અશોક વાલજીભાઈ પરમારને તથા માલવીયાનગર પોલીસે નવલનગર શેરી નં. ૩માંથી નીરજ બહાદુરસિંહ દેવડા, ૧૫૦ ફુટ રિંગ રોડ પરથી દિલીપ પિયુષભાઈ સોલંકી અને જિલ્લા ગાર્ડન ચોકમાંથી રાહુલ દિનેશભાઈ સિંધવને પકડી પાડ્‍યા હતા.

તેમજ તાલુકા પોલીસે એ.જી. ચોક પાસેથી અદનાન અબ્‍દુલવહાબભાઈ સૈયદ, વાવડી ગામ મેઈન રોડ પરથી હારૂન મહમદભાઈ નાઈ અને ગ્‍વાલિયર રેસ્‍ટોરન્‍ટ પાસેથી દશરથ વીરસિંગ નીશરતાને છરી સાથે અને કુવાડવા રોડ પોલીસે સાત હનુમાન મંદિર નજીકથી મહમદઅકરમ જાફરઅલી શેખ, એરપોર્ટ પોલીસે બામણબોર જીઆઇડીસી નજીકથી રણજીત બહાદુરભાઈ ખાચર તથા કુચિયાદડ બ્રિજ નીચેથી નરેશ વિકુભાઈ વાઘેલા અને થોરાળા પોલીસે ટ્રેક્‍ટર ચોક પાસેથી જીતેશ ચુનીભાઈ સોલંકીને છરી સાથે પકડયા હતાં.

જ્‍યારે દારૂ પીને નીકળેલા, દારૂ પી વાહન હંકારી નીકળેલા ૧૭ ઝપટે ચડયા હતાં. જેમાં  એ-ડિવિઝન પોલીસે મંગળા મેઈન રોડ પરથી અજય છોટાલાલ ઝરીયાને એક્‍સેસ સાથે, ઢેબર ચોકમાંથી મિતેશ ભરતભાઈ દવને દારૂ પી રિક્ષા સાથે, ગરૂડ ગરબી ચોક પાસેથી મનસુખ રમેશભાઈ માલકીયા, યાજ્ઞિક રોડ પરથી શ્રીકાંત માંજી, વિરાણી ચોકમાંથી પ્રકાશ શંકરભાઈ સોનીને ટુવ્‍હીલર સાથે પીધેલા અને ત્રિકોણ બાગ પાસેથી ઉમેશ ગીરધરભાઈ ચંદ્રપાલને પીધેલી હાલતમાં પકડી લીધો હતો. કુવાડવા રોડ પોલીસે નવાગામ આણંદપર પાસેથી સોહિલશા નજીરશા રફાઈની રિક્ષા સાથે અને ભૂપત ગોવિંદભાઈ પરમારને બાઇક સાથે તથા થોરાળા પોલીસે આજી જીઆઇડીસી પાસેથી સુનીલ કુરજીભાઈ બેલદાર અને ભાવનગર રોડ પરથી હુશેન ઈકબાલભાઈ તરસાઈવાલાને રિક્ષામાં દારૂ પીધેલી હાલતમાં પકડી લીધા હતાં.

ઉપરાંત પ્રદ્યુમનનગર પોલીસે રેલનગર મેઈન રોડ પરથી ફિલિક્‍સ પીટર મકવાણા ને દારૂ પી બલેનો કાર હંકારતા અને કીટીપરામાંથી પ્રવિણ  ઉર્ફે દિનેશ  દુદાજી પરમારને રિક્ષા હંકારતા, પક્‍ડી લીધા હતાં. માલવીયાનગર પોલીસે પુનીતનગર ટાંકા પાસેથી બાલા નાનજીભાઈ સીંધવ, લક્ષ્મીનગર શાક માર્કેટ પાસેથી પીન્‍ટુ સુંદરજી પરમારને, ઉમાકાંત ઈન્‍ડસ્‍ટ્રીઝ પાસેથી મોન્‍ટુ ચંદુભાઈ રાઠોડ અને મવડી ચોકડી પાસેથી ઉમેશ મેઘજીભાઈ વાઘેલાને પીધેલા ઝડપ્‍યા હતા. આજીડેમ પોલીસે રામવન પાસેથી મિતેશ મનસુખભાઈ ગોહેલ અને શ્‍યામજી વજુભાઈ દેગામા તથા ગોંડલ ચોકડી પાસે કૌશિક પરસોતમભાઈ રામાણીને પકડ્‍યા હતા. તેમજ રાજકોટ તાલુકા પોલીસે ગ્‍વાલિયર રેસ્‍ટોરન્‍ટ પાસેથી રમેશ કાળુભાઈ ડામોર, વાવડી ગામ ગેટ પાસેથી જીજ્ઞેશ જમનભાઈ ઉસદડીયા અને નકળંગ હોટલ સામેથી નવનીત દામજીભાઈ ઠુંમરને પકડી એમવીએક્‍ટ અને દારૂબંધી હેઠળ કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત દેશી વિદેશી દારૂ સાથે મહિલા સહિત ૮ પકડાયા હતાં. ં એ-ડિવિઝન પોલીસે રામનાથપરા જૂની જેલ પાસેથી હુસેન દાઉદભાઈ આગવાનને  બિયરની બોટલ સાથે ઝડપ્‍યો હતો. એરપોર્ટ પોલીસે ગારીડા રોડ પરથી ગોપાલ નરશીભાઈ બાવળીયાને ૧૮ લીટર દેશી દારૂ સાથે, ભક્‍તિનગર પોલીસે નંદા હોલ ચોક પાસેથી મયુર હરેશભાઈ મેરીયાને ૨ લીટર દેશી દારૂ સાથે અને થોરાળા પોલીસે મયુરનગરમાં રહેણાંક મકાનમાંથી જીવુબેન કાળુભાઈ કંડોરીયાને ૫ લીટર દેશી દારૂ સાથે પકડી પાડ્‍યા હતા. પ્રદ્યુમનનગર પોલીસે પોપટપરામાંથી ભરતસિંહ ભૂપતસિંહ રાણા અને રૂખડિયાપરામાંથી મનીષાબા ભરતસિંહ રાણાને ૫-૫ લીટર દેશી દારૂ સાથે ઝડપ્‍યા હતા. જ્‍યારે ગાંધીગ્રામ-૨ પોલીસે ૧૫૦ ફુટ  રિંગ રોડ પરથી સંજય રમણીકભાઈ ભારતીને ૭ લીટર અને રૈયાધાર મારવાડીનગરમાંથી પાયલબેન મનીષભાઈ સોલંકીને ૧૦ લીટર દેશી દારૂના જથ્‍થા સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી. આમ રવિવારની ડ્રાઇવમાં કુલ ૩૭ કેસ નોંધવામાં આવ્‍યા હતાં.

(2:48 PM IST)